Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર દ્વારા પાકિસ્તાનની ટેલિકોમ ઓથોરિટીને ટ્વીટર, ફેસબુક, વ્હોટ્સએપ, યુટ્યૂબ અને ટેલિગ્રામ જેવી તમામ ઍપ્લીકેશન અને વેબસાઇટને બ્લોક કરવા આદેશ આપ્યો

કરાંચી: પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ફેસબુક, ટ્વીટર, વ્હોટ્સએપ, યુટ્યૂબ અને ટેલિગ્રામ સામેલ છે. ઈમરાન ખાન સરકારે પાકિસ્તાની ટેલિકૉમ ઑથોરિટીને તમામ એપ્સ અને વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુજબ, ટ્વીટર, ફેસબુક, વ્હોટ્સએપ, યુટ્યૂબ અને ટેલિગ્રામને અનિશ્ચિત કાળ સુધી બ્લોક કરી દીયા છે.

ઉલ્લેખનીય છે કે, આ સોશિયલ મીડિયા વેબસાઈટ્સ અને એપ્લિકેશન પર 11 થી 3 વાગ્યા સુધી બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે હજુ સુધી સોશિયલ મીડિયા સાઈટ્સ પર પ્રતિબંધ મૂકવાનું કોઈ કારણ જાણવા નથી મળ્યું.

સોશિયલ મીડિયા પર બેન પહેલા પાકિસ્તાની ટીવી ચેનલ પરથી તહરીક-એ-લબ્બેક પાકિસ્તાનના (TLP) પ્રોટેસ્ટની કવરેજના પ્રસારણ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાન ટેલિકૉમ ઓથૉરિટીના ચેરમેને કહ્યું છે કે, તેમને આ બાબત પર તાત્કાલીક એક્શન લેવાનું કહેવામાં આવ્યું છે.

હકીકતમાં પાકિસ્તાનમાં ફ્રાન્સ વિરુદ્ધ અનેક ધાર્મિક સંગઠનો પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં TLP પણ સામેલ છે. જેને ત્યાં પ્રતિહંધ કરી દેવામાં આવ્યું છે. પયગમ્બર મહોમ્મદનું કાર્ટૂન બનાવાના વિરોધમાં ફ્રાન્સ વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન ફ્રાન્સે પણ પોતાના નાગરિકોને પાકિસ્તાન છોડવાનો આદેશ આપી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પયગંબર મોહમ્મદના કેરિકેચરને ફ્રીડમ ઑફ સ્પીચનો હવાલો આપીને બચાવ કર્યો હતો. જે બાદ અનેક મુસ્લિમ દેશોએ ફ્રાન્સનો બોયકૉટ શરૂ કરી દીધો હતો. જેને લઈને હવે પાકિસ્તાનમાં વિરોધ થઈ રહ્યો છે અને આંદોલન હિંસામાં પરિણમ્યું છે.

(4:58 pm IST)