Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે દર રવિવારે સંપૂર્ણ લોકડાઉનઃ માસ્ક ન પહેરનાર પ્રથમ વખત પકડાય તો ૧ હજાર, બીજી વખત પકડાય તો ૧૦ હજારનો દંડ

લખનઉં: ઉત્તર પ્રદેશમાં દર રવિવારે સંપૂર્ણ લૉકડાઉન રહેશે. રાજ્યમાં કોરોનાના વધતા કેસને જોતા રાજ્યની યોગી સરકારે કડક પગલા ભરવાનો નિર્ણય કર્યો છે. રવિવારે લૉકડાઉનના નિર્ણય સિવાય માસ્કને લઇને પણ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઇને પણ પ્રથમ વખત માસ્ક ના પહેરવા પર 1,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. બીજી વખત માસ્ક વગર પકડાયા તો તેને 10,000 રૂપિયાનો દંડ આપવો પડશે. યુપી સરકારે દર રવિવારે રાજ્યને પુરી રીતે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જેમાં જરૂરી સેવાઓ સિવાય બધુ બંધ રહેશે.

અત્યારે ગુરૂવારે જ રાજ્યમાં જાહેરાત થઇ હતી કે રાજ્યમાં તમામ સ્કૂલ 15 મે સુધી બંધ રહેશે. યુપી બોર્ડની પરીક્ષા પણ ટાળવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ગુરૂવારે જ રાજ્યમાં મહામારીની શરૂઆત બાદથી એક દિવસમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. અહી એક દિવસમાં 22,439 કેસ દર્જ થયા હતા અને આ સમયમાં 104 મોત થયા હતા. નવા કેસ એટલા મોટી સંખ્યામાં સતત બીજા દિવસે સામે આવ્યા હતા. બુદવારે એક જ દિવસમાં 20,510 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

રાજ્યના 10 જિલ્લામાં કાલે જ નાઇટ કરર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના 10 જિલ્લામાં સાંજના 7 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી નાઇટ કરર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે, જેમાં લખનઉં, પ્રયાગરાજ, વારાણસી, કાનપુર શહેર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, મેરઠ અને ગોરખપુર સામેલ છે. લખનઉં, વારાણસી અને પ્રયાગરાજ કોવિડથી સૌથી વધુ પ્રભાવિત છે.

વારાણસીમાં બહારથી આવનારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ઘણુ જરૂરી ના હોય તો તે ના આવે. બીજી તરફ શહેરના મંદિરોમાં પ્રવેશ કરવા માટે નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ પણ જરૂરી કરી દેવામાં આવ્યુ છે.

મહત્વપૂર્ણ છે કે શુક્રવારે આખા દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આજે સવાર સુધી છેલ્લા 24 કલાકમાં 2 લાખ 17 હજાર 353 નવા કેસ સામે આવ્યા છે.

(4:57 pm IST)