Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કોવિદ -૧૯ સારવાર માટે હવે ઈન્જેક્શનને બદલે કેપ્સ્યુલ : કોરોના સંક્રમિત દર્દીને ઇન્ફેક્શનથી બચાવવામાં પ્રાયોગિક ધોરણે મળેલી સફળતા

વોશિંગ્ટન: કોવિદ -૧૯ સારવાર  માટે હવે ઈન્જેક્શનને બદલે કેપ્સ્યુલ લઇ શકાશે તેવી આશાનું નિર્માણ થયું છે. જે અંતર્ગત કોરોના સંક્રમિત દર્દીને ઇન્ફેક્શનથી બચાવવામાં બાયોથેરાપ્યુટિક્સ એલપી એન્ડ મર્ક એન્ડ કું નિર્મિત મોલ્નુપીરાવીર કેપ્સ્યુલને પ્રાયોગિક ધોરણે સફળતા મળી છે. આ  દવાએ પ્રારંભિક અધ્યયનમાં હકારાત્મક પરિણામો મેળવ્યાં હોવાનું દવાની કંપનીના એક નિર્માતાએ જણાવ્યું હતું.

પાંચ દિવસની સારવાર પછી વચગાળાના અભ્યાસમાં જાણવા મળ્યા મુજબ આ કેપ્સ્યુલ ચેપી વાયરસને નોંધપાત્ર રીતે ઘટાડવામાં સફળ પુરવાર થઇ શકી છે. તેવી જાણ કંપનીએ વૈજ્ઞાનિકોની વર્ચ્યુલ મિટિંગમાં કરી છે.

પ્રાયોગિક  ધોરણે એન્ટિવાયરલનો હજુ વધુ અભ્યાસ ચાલુ છે. જો તે કોવિડ -19 લક્ષણો દર્શાવતા દર્દીઓની સારવાર કરવામાં સક્ષમ પુરવાર થશે તો ઈન્જેક્શનને બદલે મ્હોં વાટે કેપ્સ્યુલ લઇ કોરોનાનો પ્રતિકાર કરવામાં પ્રથમ એન્ટિવાયરલ બની રહેશે.

કોવિદ -19 રોગચાળાના એક વર્ષ ઉપરાંત  સમય દરમિયાન, ડોકટરો અને કોવિડ -19 દર્દીઓ પાસે મર્યાદિત વિકલ્પો છે. જે અંતર્ગત એકમાત્ર ગિલિયડ સાયન્સિસ ઇન્ક. નિર્મિત  રિમડેસિવીર એન્ટિવાયરલને અધિકૃત કરવામાં આવેલ  છે . કે જેણે દર્દી માટે હોસ્પિટલમાં રહેવાના દિવસોમાં ઘટાડો નોંધાવવામાં સફળતા મેળવી છે.

હવે મોલ્નુપિરાવીર નામની કેપ્સ્યુલના રૂપમાં આવી રહેલી દવા હજુ પ્રાયોગિક ધોરણે છે . પરંતુ જો તે સક્ષમ પુરવાર થશે તો કોરોના સંક્રમિત દર્દીઓ માટે ઘરે બેઠા ફ્લૂ માટે ટેમિફ્લૂ દ્વારા સમાન પ્રકારની સારવાર મેળવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.  તેવું  કેટલાક ચેપી રોગના નિષ્ણાતોનું મંતવ્ય છે. ( વોલસ્ટ્રીટ જર્નલમાંથી સાભાર )

(11:59 am IST)