Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કોવિદ -19 વેક્સિનની અસરકારકતા અને રસી લેનારની સલામતી વિષે માહિતી આપો : આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગવા છતાં જવાબ નહીં મળતા સોશિઅલ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ બોમ્બે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી

મુંબઈ : કોવિદ -19 વેક્સિનની અસરકારકતા અને રસી લેનારની સલામતી વિષે સોશિઅલ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસે 4 જાન્યુઆરીના રોજ આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગી હતી.જેનો જવાબ 48 કલાકમાં મળવો જોઈતો હતો.પરંતુ હજુ સુધી નહીં મળતા તેમને બોમ્બે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

પિટિશનમાં જણાવાયા મુજબ લોકોની જિંદગીની સલામતી અંગે માહિતી મેળવવાનો લોકોને અધિકાર છે.તેથી તેમને કોવિદ -19 ની અસરકારકતા વિષે તથા સલામતી વિષે માહિતી માંગી હતી .પરંતુ  ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ જવાબ નહીં આપતા તેઓને બોમ્બે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ફરજ પડી છે.

વિશેષમાં પિટિશનમાં જણાવાયા મુજબ ભારત સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ની કોવીશીલ્ડ તથા ભારત બાયોટેક ઇન્ટર નેશનલની કોવેક્સિન રસી આપવા મંજૂરી આપી છે.પરંતુ કોવેક્સિન રસી અંગેના પરિણામો હજુ પ્રાયોગિક ધોરણે એટલે કે અધૂરા છે.આ સંજોગોમાં બંને કંપનીઓની રસીની  અસરકારતા તથા રસી લેનારની સલામતી અંગે જાહેર જનતાને માહિતી આપવી ફરજીયાત છે.કારણકે આ બાબત લોકોની જિંદગી અને સલામતી સાથે સંકળાયેલી છે.

તેથી કેન્દ્ર સરકારે રસી લ્યો અને તેના પરિણામ જાતે ભોગવો તેવી અથવા તમારી જાતે કોવિદ -19 થી સલામત રહો તેવી ઘોષણા કરવી જરૂરી છે.
તેમણે જણાવ્યું છે કે ઉપરોક્ત માહિતી સંપૂર્ણપણે જાહેર જનતાના હિત  માટે માંગવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:56 pm IST)