Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મ્યુચ્યુઅલ ફંડમાં ઝડપથી આગળ વધતાં એસેટ એલોકેટર ફંડ

ફેબ્રુઆરી ૨૦૧૯માં આ ફંડનું એયુએમ લગભગ રૂ. ૧૮ કરોડ હતું, જે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધીમાં વધીને રૂ. ૧૦,૦૦૦ કરોડ થઇ ગયું છે

મુંબઇ, તા.૧૬: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એસેટ એલોકેટર ફંડ ઝડપથી વધી રહ્યાં છે. તેનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય કે માત્ર બે વર્ષમાં જ આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એસેટ એલોકેટર ફંડ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સૌથી ઝડપથી વધતા ફંડ તરીકે ઉભરી આવ્યું છે. તેના એસેટ એલોકેટરનું એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. ૧૦ હજાર કરોડ થઇ ગયું છે.

આ મૂળરૂપે ફંડ્સ ઓફ ફંડ્સ (એફઓએફ) છે. આ સ્કીમ ઇકિવટી, ડેટ અને ગોલ્ડ ઓરિએન્ટેડ ઇટીએફ-સ્કીમ્સમાં રોકાણ કરે છે. તેનો ઉદ્દેશ્ય સાચા સમયે યોગ્ય એસેટ કલાસ માટે જરૂરી ફાળવણી કરવાનો છે. તેનાથી ફંડ મેનેજર્સને યોગ્ય નિર્ણય કરવામાં મદદ મળે છે.

તેમાં ઇકિવટી અને ડેટ સ્કીમમાં ૦થી૧૦૦ ટકા સુધીનું રોકાણ થાય છે. આ ઇન-હાઉસ વેલ્યુએશન મોડલનો ઉપયોગ કરે છે તથા ભાવનાઓને એક બાજૂએ રાખીને રોકાણનો નિર્ણય કરે છે. જોકે, યોગ્ય ફાળવણી માત્ર ઇકિવટી માર્કેટ વેલ્યુએશન ઉપર નિર્ભર કરવાની સાથે-સાથે ડેટ માર્કેટમાં પ્રાપ્ત તકો ઉપર પણ આધારિત રહે છે.

ફેબ્રુઆરી ૨૦૧૯માં આ ફંડનું એયુએમ લગભગ રૂ. ૧૮ કરોડ હતું, જે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધીમાં વધીને રૂ. ૧૦,૦૦૦ કરોડ થઇ ગયું છે. આ પ્રકારની સ્કીમમાં રોકાણ કરતી વખતે એ બાબતે આશ્વસ્ત રહી શકાય કે તમામ એસેટ કલાસ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી તકોને તેના ભંડોળ અનુસાર ઘણાં એસેટ કલાસમાં વહેંચવામાં આવશે. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એસેટ એલોકેટર ફંડ ડાયનામિક એસેટ એલોકેશનનું પાલન કરે છે. આ ફંડ સસ્તી ખરીદી અને મોંઘા વેચાણનો વ્યૂહ અપનાવે છે. બજારની તેજીમાં આ ઇકિવટી એકસપોઝર ઘટાડે છે. ઉદાહરણરૂપે કોરોનાની શરૂઆતમાં ઇકિવટી મૂલ્યાંકન મોંદ્યું હતું. તે સમયે ફંડની ઇકિવટીમાં ૩૬ ટકા એકસપોઝર હતું. તેનાથી જયારે માર્ચ ૨૦૨૦માં બજાર તુટ્યું ત્યારે રોકાણકારો ઘણાં અંશે બજારમાં તીવ્ર ઘટાડા સામે સુરક્ષિત રહ્યાં.

(3:58 pm IST)