Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન : ડો. ગુલેરિયાએ રસીનો પ્રથમ ડોઝ લીધો

સૌપ્રથમ એઈમ્સના સેનિટેશન વિભાગના કર્મચારી મનીષ કુમારને કોરોના રસીનો ડોઝ મૂકાવ્યો

નવી દિલ્હી: દેશમાં આજથી વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો શુભારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરીને વર્ચ્યુઅલ રીતે આ રસીકરણ મહાયજ્ઞાનો પ્રારંભ કરાવ્યો હતો. નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ એઈમ્સમાં પોતાના બાવડે કોરોનાનો પ્રથમ ડોઝ મૂકાવ્યો હતો. સૌપ્રથમ એઈમ્સના સેનિટેશન વિભાગના કર્મચારી મનીષ કુમારને કોરોના રસીનો ડોઝ મૂકાવ્યો હતો. મનીષ કુમાર દેશમાં શરૂ થયેલા કોરોના રસીકરણ અભિયાનમાં વેક્સિન મૂકાવનાર પ્રથમ નાગરિક બન્યા હતા. ત્યારબાદ એઈમ્સના વરિષ્ઠ તબીબોને કોરોનાની રસી મૂકવામાં આવી રહી છે.

(1:44 pm IST)