Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

૧૦માં સુધીનું શિક્ષણ ફરજીયાત : કેન્દ્રીય શિક્ષા બોર્ડની બેઠકમાં નિર્ણય

નવી દિલ્હી, તા. ૧૬ : કેન્દ્ર સરકારે શિક્ષણના અધિકાર કાયદા(આરટીઇ)ની મર્યાદા વધારીને ૧૦માં ધોરણ સુધી શિક્ષણ જરૃરી કરવાની તૈયારી શરૃ કરી દીધી છે. કેન્દ્રીય શિક્ષા સલાહકાર બોર્ડની ગઇકાલે યોજાયેલી બેઠકના પ્રથમ દિવસે જ વધુ પડતા રાજયોમાં આ પ્રસ્તાવ સંમતિ જોવા મળી. જોકે કેટલાક રાજયો ઇચ્છે છે કે આ મુદ્દા પર વધુ મંથન કરવામાં આવે. માનવ સંશોધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કહ્યું કે આ મુદ્દા પર કેન્દ્ર તેમજ રાજયો ચર્ચા થઇ છે હજુ પણ ચર્ચા થશે તેના માટે કાયદામાં પણ સંશોધન કરવાની જરૃરીયાત છે.

ઉલ્લેખનીય છે કે આરટીઆઇ નર્સરીથી માંડીને ૧૦મા સુધી વિસ્તારિત કરવાનો પ્રસ્તાવ છે. જયારે હાલમાં પેલા ધોરણથી આઠમા ધોરણ સુધી મર્યાદીત છે. આ બેઠકમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા, ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવા જેવા મુદ્દા પર પણ ચર્ચા થઇ બેઠકમાં રર રાજયોના શિક્ષણમંત્રી તથા અન્ય અધિકારી હાજર હતા. કેટલાક અન્ય કેન્દ્રીય શિક્ષણ સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા થશે. જાવડેકરે કહ્યું કે બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો કે દરેક શાળામાં ડિજીટલ બોર્ડ હશે. તેઓએ કહ્યું કે પાંચ દાયકા પહેલા ઓપરેશન બ્લેક બોર્ડ હશે. તેઓએ કહ્યું કે પાંચ દાયકા પહેલા ઓપરેશન બ્લેક બોર્ડની આવી જ શરૃઆત થઇ હતી. હવે સમય બદલાય ગયો છે તથા દરેક શાળામાં એક ડિજીટલ બોર્ડ હશે જેની શરૃઆત દરેક શાળામાં કરવામાં આવશે. કેન્દ્ર તેમજ રાજય સરકારોએ આ દિશામાં કાર્ય કરવા પર સંમતિ વ્યકત કરી છે તેના દ્વારા વિદ્યાર્થીઓને ડિજીટલ રીતથી શિક્ષા પ્રદાન કરવામાં આવશે

(4:50 pm IST)