Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

લેકસસે ભારતમાં લોન્ચ કરી ૧.૭૭ કરોડની હાઇબ્રિડ સિડેન

મુંબઇ તા.૧૬: લકઝરી કારઉત્પાદક કંપની લેકસસે ગઇ કાલે એનું ફલેગશિપ હાઇબ્રિડ સિડેન LS500H મોડલ ભારતમાં લોન્ચ કર્યુ હતું. આ મોડલની કિંમત ૧.૭૭ કરોડ રૂપિયાથી માંડીને ૧.૯૪ કરોડ રૂપિયા સુધીની છે. માર્ચ મહિનામાં ભારતની બજારમાં પ્રવેશેલી આ કંપની બેન્ગલોર ખાતેના ટોયોટાના પ્લાન્ટમાં એસેમ્બલિંગની વ્યવસ્થા ઊભી કરવાનું વિચારી રહી છે.

સંપૂર્ણ પણે ઇલેકિટ્રક વાહનોના ઉપયોગ તરફ વધી રહેલા ભારતમાં હાઇબ્રિડ વાહનોને ટેકો આપવા એણે સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

કંપનીએ કહ્યું છે કે એના ફિકથ જનરેશનના આ LS500H મોડલ એપ્રિલ સુધીમાં  ત્રણ પ્રકારમાં ઉપલબ્ધ થશે. આ કારમાં ૩.૫ લીટરના પેટ્રોલ એન્જિન સાથે ૩૧૦.૮ કિલોવોટની લિથિયમ આયન બેટરી-સિસ્ટમ પણ હશે. માત્ર ૫.૪ સેકન્ડમાં આ કાર ૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ લઇ શકે છે.

(4:25 pm IST)