Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મધ્યપ્રદેશમાં 'પદ્માવત' ફિલ્મનું 'ઘુમ્મર' ગીત પર નૃત્ય કરાતા ભારે તોડફોડ

મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના જાવરા થાણા હસ્તક સેન્ટપોલ વિદ્યાલયના વાર્ષિકોત્સવમાં વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત'નું 'ઘુમ્મર' ગીત ઉપર નૃત્યનો કાર્યક્રમ દર્શાવતા 'કરણી સેના'ના સભ્યોમાં ભારે આક્રોશ પ્રસરી ગયો હતો : વિદ્યાલયમાં ભારે હંગામો કરી તોડફોડ કરી હતી : પોલીસે ૪ની ધરપકડ કરી છે : આયોજકોએ તેમની મેળે આ નૃત્ય તૈયાર કરને આવેલ, અમને ખબર ન હતી કે પદ્માવત ફિલ્મનું ગીત તેઓ પર્ફોર્મ કરવાના છે, જેવી ખબર પડી કે એક બાળકી આ ફિલ્મના ગીત ઉપર નૃત્ય કરે છે એટલે તુરત તે બંધ કરાવી દેવાયેલ : આ કાર્યક્રમ પછી ૩-૪ કલાકે ૨૦-૨૫ લોકોનો સમૂહ સ્કુલે પહોંચેલ અને ''કરણી સેના ઝીંદાબાદ''ના નારા લગાવી તોડફોડ કરેલ.

(3:58 pm IST)