Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પતંજલિ પ્રોડકટ્સ હવે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાશે

એમેઝોન, ફિલપકાર્ટ, પેટીએમ મોલ, ગોફર્સ, બિગ બાસ્કેટ સહિત અન્ય મોટી ઓનલાઇન પોર્ટલ દ્વારા ઓર્ડર કરી શકાશે : 'હરિદ્વારથી હરદ્વાર' સુધી પતંજલિ પહોંચશેઃ બાબા રામદેવે આપી જાણકારી

નવી દિલ્હી તા. ૧૬ : પતંજલિ પ્રોડકટસ હવે ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પણ ઉપલબ્ધ થશે. આ વાતની જાણકારી આપવા માટે યોગગુરૂ બાબા રામદેવે આજે નવી દિલ્હીમાં પત્રકાર પરીષદ યોજી. તેઓએ જાણકારી આપી કે પતંજલિની પ્રોડકટ્સ હવે એમેઝોન, ફિલપકાર્ટ, પેટીએમ મોલ, ગોફર્સ અને બિગ બાસ્કેટ સહિત અન્ય મોટા ઓનલાઇન પોર્ટલ પર પણ મળશે. આ કંપનીઓ ઉપરાંત પતંજલિ શોપકયુલ તેમજ નેટમેડ્સના મંચ પર પણ પોતાના ઉત્પાદનો વેંચશે. વિવિધ ઇ-કોમર્સ પ્લેફોર્મ્સ સાથે ડીલ કરવાની સાથે જ પતંજલિએ પોતાની વેબસાઇટ www.patanjaliayurved. net પણ શરૂ કરી છે. કાર્યક્રમમાં રામદેવની સાથે પતંજલિના એમડી અને સીઇઓ આચાર્ય બાલકૃષ્ણ પણ હાજર હતા.  યોગગુરૂએ કહ્યું કે, તેઓ પતંજલિને મુંબઇમાં લિસ્ટીંગ કરાવશે નહીં પરંતુ લોકોના દિલોમાં તેની લિસ્ટીંગ કરાવામાં આવશે. રામદેવે જણાવ્યું કે, ૨૫ વર્ષ પહેલા શરૂ થયેલી પતંજલિ આવતા બે-ત્રણ વર્ષોમાં ૫૦ હજારથી ૧ લાખ કરોડનો માર્કેટ બનાવા માંગે છે. જેમાંથી ૧ લાખ કરોડ રૂપિયા ચેરીટીમાં લગાવાશે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં પતંજલિનું ટર્નઓવર ૧૦,૫૦૦ કરોડ રૂપિયાથી વધુ રહ્યું. આ નાણાકીય વર્ષમાં પતંજલિનું લક્ષ્ય આ લાભને બેગણુ કરે છે.

(3:58 pm IST)