Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

આધાર લિંક કરાવવાની સમય મર્યાદા વધી શકે છે

નવી દિલ્હી તા. ૧૬ :  આધાર સિસ્ટમમાં સુરક્ષાના નવા ઉપાય કર્યા બાદ આધાર નંબરને આવશ્યક સેવાઓ સાથે જોડવાની નવી ડેડલાઈનની જરૂરીયાત ઉભી થવા લાગી છે. આના માટે યુનીક આઈડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારી દેશના બેન્કિંગ અને ટેલિકોમ રેગ્યુલેટરો સાથે ચર્ચા કરશે. જેથી ૩૧ માર્ચની જગ્યાએ નવી ડેડલાઈન નક્કી કરવા અથવા નક્કી ન કરવા બાબતે નિર્ણય લઈ શકશે. આવનારા ઘણા સપ્તાહોમાં યુઆઈડીએઆઈના અધિકારી ઘણા મંત્રાલયો, આરબીઆઈ, અને ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર પરમેનેન્ટ એકાઉન્ટ નંબર અને બેંક ખાતાઓના મામલામાં તો ઈન્કમટેકસ એકટ અને પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એકટ અંતર્ગત આધાર નંબર જરૂરી છે. જેથી આના પર કોઈ અસર પડવાની શકયતાઓ નથી.

નવા સિકયોરિટી પ્રોટોકોલ્સમાં યૂઝર્સને વર્ચ્યુઅલ આઈડીના માધ્યમથી ટ્રાન્ઝેકશન કરવાની મંજૂરી આપવાની વાત છે. આમાં સર્વિસ પ્રોવાઈડર્સથી વર્ચ્યુઅલ ટોકન જાહેર કરવાની અપેક્ષા રાખવામાં આવી છે, જેથી યુનીક નંબર છુપાયેલો રહે. આ વ્યવસ્થા જૂન માસથી લાગુ થશે.

(3:57 pm IST)