Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પેટ્રોલ રૂ. ૧૦૦નું લીટર થશેઃ ૨૦૧૯માં મોદી સરકાર માટે માથાનો દુઃખાવો બનશે ઇંધણના ભાવ?

પેટ્રોલ ૮૦ તથા ડીઝલ ૬૭ની નજીક તો પહોંચી ગયું : ક્રુડનો ભાવ ૭૦ ડોલર થઇ ગયોઃ જો ૧૦૦ ડોલર થશે તો પેટ્રોલ ૧૦૦નું લીટર થઇ જશે

નવી દિલ્હી તા. ૧૬ : વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઇલના વધતા ભાવોથી દેશમાં પેટ્રોલ ૮૦ રૂ. પ્રતિ લિટર અને ડિઝલ ૬૭ રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચ્યું. બીજી બાજુ ગ્લોબલ માર્કેટમાં આજે ક્રુડ ઓઇલ ૭૦ ડોલર પ્રતિ બેરલની પાર પહોંચી ગયું. ક્રુડ ઓઇલનું આ સ્તર ૨૦૧૪માં આવેલા નાટકીય ઘટાડા પહેલાનું છે. એટલે કે ક્રુડની કિંમતો અંદાજે ત્રણ વર્ષ જુના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. એવામાં એકવાર ફરી અટકળો લગાવાનું શરૂ થઇ ગયું છે કે શું અગાઉ વૈશ્વિક સ્તર પર ક્રુડ ઓઇલ ૧૦૦ ડોલર પ્રતિ બેરલની પાર પહોંચેલા દેશમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરની પાર નિકળી જશે.

ગ્લોબલ માર્કેટમાં ક્રુડ ઓઇલ માટે વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધીનો સફર દેશની રાજનીતિ માટે ગેમચેન્જર સાબિત થઇ ચુકયો છે. અગાઉની કોંગ્રેસ સરકારના પડકારોએ ગ્લોબલ ક્રુડ ઓઇલની કિંમતોએ એટલા પ્રમાણમાં વધારી દીધી કે ૨૦૧૪માં મોંઘવારીના મુદ્દા પર સરકારે ચુંટણીમાં હારનો સામનો કરવો પડયો. બીજી બાજુ ૨૦૧૪માં ચુંટણીના પરિણામો આવતા જ કેન્દ્રમાં બનેલી ભાજપ સરકાર માટે ગ્લોબલ ક્રુડ ઓઇલની કિંમતો વરદાન સાબિત થઇ. આ દરમિયાન થયેલા ચડાવ - ઉતાર વચ્ચે જ્યાં ગ્લોબલ માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમત ૧૨૫ ડોલર પ્રતિ બેરલથી માંડીને ૩૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી. બીજી બાજુ દેશમાં પેટ્રોલની કિંમત ૭૬ રૂપિયાથી ૫૬ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી. હવે એકવાર ફરી ગ્લોબલ માર્કેટમાં ક્રુડની કિંમતોમાં સુધારો થવાનું શરૂ થઇ ચુકયું છે.

જાન્યુઆરી ૨૦૧૨માં મનમોહનસિંહ સરકારના કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલ ૧૨૫ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો અને ૨૦૧૪માં થયેલી સામાન્ય ચુંટણી સુધી આ કિંમત સતત ૧૦૦ ડોલર પ્રતિ બેરલ પર બની રહી. એપ્રિલ ૨૦૧૪માં ચુંટણી યોજાઇ અને ક્રુડની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે, કાચા તેલની કિંમતો કેન્દ્ર સરકારની તીજોરીમાંથી ખર્ચનો સૌથી મોટો અને સૌથી મહત્વનો ખર્ચ છે. અહીંયા બચેલો એક-એક પૈસો સરકારને પોતાની આર્થિક - સામાજીક નીતિઓને આગળ વધારવામાં કામ આવે છે.

દેશમાં પેટ્રોલની કિંમત નિર્ધારીત કરવાનો નિયમ બદલાય ચુકયો છે. જ્યાં દર મહિને ઇમ્પોર્ટ કોસ્ટના જોડાણ સાથે ટેક્ષ જોડીને દરેક બે મહિના પર પેટ્રોલની કિંમત નક્કી કરવામાં આવતી હતી. ત્યારબાદ આ ફોર્મ્યુલા પર પેટ્રોલની કિંમત ૧૨ મહિને અને દર સપ્તાહે નિર્ધારીત થવા લાગી પરંતુ છેલ્લા કેટલાક મહીનાથી ગ્લોબલ માર્કેટમાં ક્રુડ ઓઇલના દરરોજના ચડાવ - ઉતાર અને દેશમાં ટેકસના જોડાણથી દરરોજની પેટ્રોલની કિંમત નક્કી કરાય છે.

(3:57 pm IST)