Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કંકોતરીમાં લખ્યું: હમારી ભુલ-કમલ કા ફૂલ

ભોપાલ તા.૧૬: મધ્ય પ્રેદશના સાગર જિલ્લાના એક પરિવારમાં દીકરીના લગ્ન છે, પણ પરિવારની હાલત એટલી હદે ખરાબ છે કે તેમણે લગ્ન માટે ખેતર ગિરવી રાખવું પડ્યું છે. જોકે આ પરિવારે તેમની આ હાલત માટે મોદી સરકારને જવાબદાર ઠરાવીને કંકોતરીમાં 'હમારી ભૂલ-કમલ કા ફૂલ' એમ છપાવ્યું છે ગુજરાતના વેપારીઓએ BJP સામે પોતાનો વિરોધ પ્રગટ કરવા આજ પંચલાઇનનો ઉપયોગ કર્યો હતો.

પરિવારના મુખિયાનું કહેવું છે કે અમારો દીકરો સરકારી સ્વાસ્થ્ય-વિભાગમાં નોકરી કરતો હતો, પણ સરકારે તેની સાથે કુલ ૪૭૩ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કર્યા છે એક તરફ સરકાર નોકરી-રોજગાર અપાવવાની વાત કરે છે અને બીજી તરફ આ રીતે રોજગાર પરના યુવાઓને છૂટા કરે છે.

વિરોધ પક્ષ કોંગ્રેસ આ મામલાને ઉછાળવાની તાકમાં છે જ્યારે સામાન્ય ચુંટણી માટે હવે વધુ સમય નથી રહ્યો ત્યારે લોકોનો આ આક્રોશ શો રંગ લાવશે એ પ્રશ્ન છે.

(12:59 pm IST)