Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

એર ઈન્ડીયાને સરકાર વેચાણ પહેલાં ચાર જુદી-જુદી કંપનીઓ મા વહેંચી નાખશે

નવી દિલ્હી : નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન જયંત સિંહાએ જણાવ્યું છે કે એર ઇન્ડિયાના ખાનગીકરણ પહેલાં તે ચાર કંપનીઓમાં વિભાજિત કરાશે અને તેનો વધુમાં વધુ 51 ટકા હિસ્સો વેચવામાં આવશે. શ્રી સિંહાના જણાવ્યા મુજબ મુખ્ય ઉડ્ડયન કંપની એર ઇન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસનાને એક કંપની તરીકે વેચવામાં આવશે. જ્યારે પ્રાદેશિક એકમ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને એન્જિનિયરિંગ ઓપરેશન્સને ત્રણ અલગ કંપની બનાવવામાં આવશે.

(11:29 am IST)