Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ક્રૂડની કિંમત ત્રણ વર્ષની ટોચે પહોંચી :છ મહિનામાં ભાવમાં 57 ટકાનો ઉછાળો

આયાતકર્તા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા ;મોંઘવારી વધવાની દહેશત

નવી દિલ્હી ;ક્રૂડતેલના ભાવમાં ભડકો થયો છે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં એકધારો વધારો થઇ રહયો છે અને ક્રૂડની કિંમત ત્રણ વર્ષની ટોચે પહોંચી છે ક્રૂડના ભાવમાં છેલ્લા મહિનામાં 57 ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે જેના કારણે ક્રૂડની આયાતકર્તા દેશોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છેઅને ક્રૂડની આયાત કરતા દેશોની ચિંતા વધી રહી છે.

  આજે સોમવારે બ્રેન્ટ ક્રુડની કિંમત ઊછળીને 3 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. કારોબાર દરમિયાન ક્રુડની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ થઇ છે.જેના પગલે પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘા બન્યા છે. અગાઉ વર્ષ 2014માં ક્રુડ સ્તરે પહોંચ્યું હતું.ક્રુડની કિંમતમાં.છેલ્લા માસની વાત કરીએ તો ક્રુડની કિંમતમાં 57 ટકાથી વધુ તેજી આવી ચૂકી છે. જૂનમાં ક્રુડની કિંમત 44.48 ડોલર પ્રતિ બેરલ પર હતી...

 

(11:54 am IST)