Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો ;દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ,71.18એ પહોંચ્યો :ડીઝલ 66 રૂપિયે લીટર

પેટ્રોલની કિંમત ઓગસ્ટ-2014 પછીના સૌથી ઊંચી સપાટીએ ;છેલ્લા એક મહિનાથી એકધારા વધતા ભાવ

રાજકોટ ;આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની વધતી જતી કિંમતના કારણે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ભડકો થયો છે  દેશના વિવિધ શહેરોમાં સરેરાશ ધોરણે પેટ્રોલ 71 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ 66 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયા છે  દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમત રૂ.71.18 પ્રતિ લિટર થઇ છે જે ઓગસ્ટ 2014થી અત્યાર સુધીમાં સૌથી ઊંચી કિંમત છે.
એ જ રીતે ડીઝલ પણ વધીને લિટરે રૂ.61.74 પર છે અને મુંબઇમાં તો  રૂ.65.74 ની સપાટીએ પહોંચ્યું છે જયારે અમદાવાદમાં પેટ્રોલ લિટરે રૂ.70.79 અને ડીઝલ લિટરે રૂ.66.36 પર છે.
પેટ્રોલ અને ડિઝલના ભાવ 12 ડિસેમ્બર 2017થી વધતા રહ્યા છે. દિલ્હીમાં 12 ડિસેમ્બરે ડીઝલનો લિટર દીઠ ભાવ રૂ.58.34 હતો અને તે રૂ.3.4 વધી ચૂક્યો છે. જ્યારે પેટ્રોલની કિંમતમાં રૂ.2નો વધારો થયો છે

(11:28 am IST)