Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

૨૦૧૩માં સોનિયાજીએ ખાતમુહૂર્ત કરેલ, હવે નરેન્દ્રભાઈના હસ્તે શુભારંભ કાર્યક્રમ

૪૩ હજાર કરોડના ખર્ચે રાજસ્થાનમાં ઓઈલ રિફાઈનરી બનશે : ભારે વિવાદ સર્જાયો : અશોક ગેહલોતે કહ્યુ કે નરેન્દ્રભાઈએ વડાપ્રધાનપદની ગરીમા ઘટાડી છે : ૪૩ હજાર કરોડના ખર્ચે રાજસ્થાનમાં ઓઈલ રિફાઈનરી : નરેન્દ્રભાઈ હસ્તે એએસઆઈ ખાતમુહૂર્ત

રાજસ્થાનના બારમેરમાં પચપદરા બનનારી ઓઈલ રિફાઈનરીનું ખાતમુહૂર્ત બપોરે ૧૨:૫૦ વાગ્યે કરાવતા નરેન્દ્રભાઈ મોદી : ૧ વાગ્યે પ્રવચન કરી રહ્યા છે : વર્ષે ૯૦ લાખ ટનની ક્ષમતા : ૪૩ હજાર કરોડનો ખર્ચ થશે : રાજસ્થાનની આ પ્રથમ ઓઈલ રીફાઈનરી બનશે : કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે ઉપસ્થિત : એચપીસીએલ (૭૪ ટકા હિસ્સો) અને રાજસ્થાન સરકાર (૨૬ ટકા હિસ્સો)નું ૪૫૦૦ એકરમાં સંયુકત સાહસ : રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ છે કે આ જ યોજનાનંુ બીજી વખત શિલાન્યાસ કરાવીને વડાપ્રધાન શ્રી મોદી તેમના પદની ગરીમાને ઝાંખી પાડી છે. ભાજપ આગામી રાજસ્થાન વિધાનસભાની આવી રહેલ ચૂંટણીમાં લાભ લેવા માંગે છે : મુળ તો કોંગ્રેસના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી ૨૦૧૩માં જ આ રીફાઈનરીનો શિલાન્યાસ કરી ચૂકેલ છે : વડાપ્રધાન મોદીનો પણ શિલાન્યાસ કાર્યક્રમ હતો, પરંતુ વિવાદ સર્જાતા શિલાન્યાસનું નામ બદલીને શુભારંભ કાર્યક્રમ કરી દેવામાં આવ્યુ છે : રાજસ્થાન પાસે ઓઈલ અને ગેસનો ભંડાર છે.

(11:23 am IST)