Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

અમેરિકામાં આઠમા ગ્રેડમાં અભ્‍યાસ કરતા ભારતીય વિદ્યાર્થીનો વતનપ્રેમઃ મહારાષ્‍ટ્રના ગ્રામ્‍ય વિસ્‍તારો તથા તેમાં આવેલી સ્‍કૂલોને સોલાર લાઇટથી ઝળહળતી કરવાનું બીડુ ઝડપ્‍યું: મહારાષ્‍ટ્રના રાણચેત ગામમાં આવેલી આશ્રમ શાળાના ૭૫૦ વિદ્યાર્થીઓ વિદ્યુતકાપથી મુક્‍ત થયાઃ ‘ગ્રામીણ પ્રગતિ'નોનપ્રોફીટ પ્રોજેકટનો સંચાલક આઠમા ગ્રેડનો સ્‍ટુડન્‍ટ અનવ મહેતા મેરેથોન દોડમાં ભાગ લઇ થતી આવકથી વતનમાં પ્રકાશ પાથરી રહ્યો છેઃ જય હો...

ᅠકેલિફોર્નિયાઃ ભારતના ગ્રામ્‍ય વિસ્‍તારો તથા તેમાં ચાલતી સ્‍કૂલોને સોલાર લાઇટથી ઝળહળતી કરવનું અમેરિકાના સાન જોસ કેલિફોર્નિયામાં આઠમા ગ્રેડના ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ અનવ મહેતા સંચાલિત પ્રોજેકટ ‘‘ગ્રામીણ પ્રગતિ''એ બીડુ ઝડપ્‍યુ છે.

આ પ્રોજેકટ અંતર્ગત મહારાષ્‍ટ્રના ગ્રામ્‍ય વિસ્‍તારોના વિદ્યાર્થીઓને વિદ્યુત કાપનો સામનો ન કરવો પડે તેમજ રાત્રે પણ અભ્‍યાસ કરી શકે તે માટે સમગ્ર ગામ તથા તેમાં આવેલી સ્‍કૂલોને સોલાર લાઇટથી ઝગમગાવાશે. આ પ્રોજેકટમાં અનવની સાથે દક્ષા લાલ સોદાગર પણ જોડાયેલ છે. તથા પ્રોજેકટ શરૂ પણ કરી દેવાયો છે જે મુજબ રાણચેત આશ્રમશાળામાં અભ્‍યાસ કરતા ૭૫૦ વિદ્યાર્થીઓને આ પ્રોજેકટનો લાભ મળી રહ્યો છે.

આનંદ તથા આヘર્યની વાત એ છે કે આ પ્રોજેકટ માટે થતો ખર્ચ ખુદ અનવ હાફ મેરેથોન તથા ફુલ મેરેથોન સ્‍પર્ધાઓમાં ભાગ લઇ ભેગી થતી રકમમાંથી કરે છે.

(9:25 pm IST)