Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

યુ.એસ.ના કેલિફોર્નિયામાં ભારતીય યુવાનની હત્‍યા કરવાના આરોપસર પકડાયેલા અમરિતરાજ સિંઘ અઠવાલ ઉપર વધારના આરોપો લગાવાયા : સ્‍ટોર કલાર્ક તરીકે નોકરી કરતા ધરમપ્રીત સિંઘ જસ્‍સરની ૧૩ નવેં. ૨૦૧૭ ના રોજ હત્‍યાનો કર્યાનો આરોપ હતો : વધારાના આરોપો લગાવાતા પેરોલ વગરની આજીવન કેદ અથવા ફાંસી થઇ શકે

કેલિફોર્નિયા : યુ.એસ. માં મદેરા કેલિફોર્નિયામાં સ્‍ટોર કલાર્ક તરીકે નોકરી કરતા તથા કોલેજના બીજા વર્ષમાં અભ્‍યાસ કરતાં ભારતીય યુવાન ર૦ વર્ષીય ધરમપ્રીત સિંઘ જસ્‍સરની ૧૩ નવેં. ૨૦૧૭ ના રોજ હત્‍યા કરવાના આરોપસર પકડાયેલા ઇન્‍ડિયન અમેરિકન યુવાન અમરિતરાજ સિંઘ અઠવાલ ઉપર ૭ ડીસેં. ના રોજ બીજા આરોપો પણ લગાવાતા તેની સજામાં વધારો થઇ શકે છે. જે  પેરોલ વિનાની આજીવન કેદ અથવા સજા એ મોત થઇ શકે છે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે. તેને ફ્રેસ્‍નો કાઉન્‍ટી જેલમાંથી મદેરા કાઉન્‍ટી જેલમાં ખસેડાયો છે.

અઠવાલ ઉપર લગાવાયેલા વધારાના આરોપો હજુ સુધી જાહેર કરાયા નથી. પરંતુ ડીસ્‍ટ્રીકટ એટર્ની સહિતનાઓના મંતવ્‍ય મુજબ તેના ઉપર ૭ ડીસેં. ના રોજ લગાવાયેલા આરોપો તેની સજામાં વધારો કરી શકે છે.

(10:56 pm IST)