Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ડેબીટ કાર્ડ/ભીમથી ₹ 2000 સુધીના ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ સરકાર ભોગવશે

નવી દિલ્હી : ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે શુક્રવારે જણાવ્યું હતું કે ડેબીટ કાર્ડ / ભીમ યુપીઆઈ / એઇપીએસ દ્વારા ₹ 2000 સુધીના વ્યવહારો પર લાગતા વેપારી ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) સરકાર ભોગવશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર 1 જાન્યુઆરી 2018 થી આગામી બે વર્ષ માટે બેન્કોને આ ચાર્જની ભરપાઈ કરશે. રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે એપ્રિલ-સપ્ટેમ્બર 2017 ના સમયગાળા દરમિયાન, 2.18 લાખ કરોડ જેટલા ડિજિટલ વ્યવહારો થયા છે.

(8:53 pm IST)