Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

આધાર લિંકિંગઃ બધી ગુંચવણો દુરઃ ૩૧ માર્ચ સુધીની છુટ

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારની દલીલ સ્વીકારીઃ બેંક ખાતા - મોબાઇલ નંબરને આધારે કાર્ડ સાથે લિંક કરવાની મુદ્દત વધારવાને આપી મંજૂરી : આધાર કાર્ડને ખાતા સાથે જોડી ન શકનારને રાહતઃ કોર્ટે બધી યોજના માટે આધારની અનિવાર્યતાની મુદ્દત લંબાવી દીધી

નવી દિલ્હી તા. ૧૫ : કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા રજૂ કરાયેલા સૂચનાઓમાં આધારને વિભિન્ન યોજનાઓ જેવી કે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતી પરીક્ષા, શિષ્યવૃત્તિ, અંતિમ સંસ્કાર અને એચઆઇવી દર્દીની સારવાર માટે જરૂરી બનાવાની વિરૂદ્ઘ વચગાળાની રાહતની માંગ કરનાર કેટલીય પીટીશનો પર સુપ્રીમ કોર્ટ શુક્રવારના રોજ સુનવણી કરી. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટે સામાન્ય વ્યકિતને મોટી રાહત આપતા આધારને લિંક કરવાની ડેડલાઇન ૩૧ માર્ચ સુધી વધારી દીધી છે.

સરકારે હજુ સુધી આધારને વિભિન્ન યોજનાઓ સાથે જોડાવાને લઇ કુલ ૧૩૯ નોટિફિકેશન રજૂ કર્યાં છે. તેમાં તેણે મનરેગાથી લઇ પેન્શન યોજના અને પ્રોવિડન્ટ ફંડથી લઇ વડાપ્રધાન જનધન યોજના સુધી જોડવાનો નિર્દેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે નવું બેન્ક ખાતું આધાર કાર્ડ વગર ખોલી શકાય છે. જો કે બેન્ક ખાતું ખોલતા સમયે એ ચોક્કસ બતાવું પડશે કે તેને આધાર કાર્ડ પ્રાપ્ત કરવા માટે અરજી કરી દીધી છે.

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે મોબાઇલ નંબરને આધાર કાર્ડથી લિંક કરવાની પ્રક્રિયા પર પણ તેનો આ નિર્ણય લાગૂ થશે. તેનો મતલબ એ છે કે હવે મોબાઇલ નંબરને પણ ૩૧મી માર્ચ સુધી લિંક કરવાનો સમય મળી ગયો છે. આપને જણાવી દઇએ કે પહેલાં તેના માટે ૬ ફેબ્રુઆરી ડેડલાઇન નક્કી કરાઇ હતી.

સરકારે અત્યાર સુધી આધારને વિભિન્ન યોજનાઓથી જોડવાને લઇ કુલ ૧૩૯ નોટિફિકેશન રજૂ કરાઇ છે, જેમાં તેને મનરેગાથી લઇને પેન્શન યોજના અને પ્રોવિડન્ટ ફંડથી લઇ વડાપ્રધાન જનધન યોજના સુધી જોડવાનો નિર્દેશ કરાયો છે.

આપને જણાવી દઇે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાં જ કેન્દ્ર બેન્ક ખાતાઓ સહિત બીજી કેટલીય યોજનાઓ માટે આધાક કાર્ડ લિંક કરવાની ડેડલાઇનને ૩૧મી માર્ચ સુધી વધારી ચૂકયા છે.સુપ્રમી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની નેતૃત્વમાં પાંચ ન્યાયાધીશોની સંવૈધાનિક પીઠ એ આ કેસમાં રાહતની માંગને લઇ ગુરૂવાર અને શુક્રવારના રોજ સુનવણી કરાઇ. તેમાં વિભિન્ન પીટીશનોએ આધારને પ્રાઇવસીના અધિકારને મૌલિક અધિકારનું ઉલ્લંદ્યન ગણાવતા પડકાર્યો હતો. તેના પર નિયમિત સુનવણી આવતા વર્ષે ૧૦ જાન્યુઆરીના રોજ શરૂ થશે.

(3:43 pm IST)