Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

રાહુલના 'હાથ'માં કોંગ્રેસ સોંપી સોનિયા નિવૃત્ત

દેશના સૌથી જુના પક્ષ કોંગ્રેસમાં નવા યુગનો હવે પ્રારંભઃ સોનિયાએ કર્યું રિટાયરમેન્ટનું એલાનઃ સોનિયા ગાંધીએ ૧૯ વર્ષ સુધી અધ્યક્ષ પદ સંભાળ્યું: જે દરમિયાન ૨૦૦૪ અને ૨૦૦૯માં કોંગ્રેસનો વિજય થયો હતો

નવી દિલ્હી તા. ૧૫ : કોંગ્રેસ પક્ષની કમાન પુત્ર રાહુલ ગાંધીની સોંપ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનીયા ગાંધીએ આજે રાજનીતિમાંથી રીટાયરમેન્ટનું એલાન કર્યું. સોનિયાએ જ્યારે પત્રકારોને પક્ષમાં તેની ભાવી ભાવી ભૂમિકા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓએ પોતાના રીટાયરમેન્ટની વાત કહી ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સોનિયા ગાંધી સક્રિય રાજનીતિથી દુર રહ્યા હતા. તેઓએ હાલમાં સંપન્ન થયેલા ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં પણ પ્રચાર કર્યો નહોતો. આ બધાની વચ્ચે તેના ખરાબ સ્વાસ્થ્યની ખબરો પણ આવી.

સોનિયા ગાંધીએ જ્યારે પત્રકારોને પૂછયું કે, રાહુલના અધ્યક્ષ બન્યા બાદ પક્ષમાં તેનો રોલ કયાં પ્રકારનો હશે. તો તેનો જવાબ હતો. હું રીટાયર થઇ રહી છું. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી ૧૯૯૮માં કોંગ્રેસની અધ્યક્ષ બની હતી. તે ૧૯ વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહ્યા. આ દરમિયાન તેની અધ્યક્ષતામાં કોંગ્રેસે સતત બે લોકસભા ચુંટણી (૨૦૦૪ અને ૨૦૦૯) જીત્યા. સોનિયા કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએની ચેરપર્સન પણ રહ્યા.

કોંગ્રેસમાં આ પરિવર્તન દેશની સૌથી જુની પાર્ટીમાં નવા યુગનો આગાઝ માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૧૧ ડિસેમ્બરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિર્વિરોધ રીતે પક્ષના અધ્યક્ષ તરીકેની પસંદગી કરી લેવામાં આવી હતી. આ શીર્ષ પદ માટે ફકત રાહુલે જ અરજી કરી હતી. ગઇકાલે રાહુલ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.

સોનિયા ગાંધીએ એવા સમય રીટાયરમેન્ટની ઘોષણા કરી છે. જ્યારે કોંગ્રેસ પક્ષની સામે પોતાનો જનાધાર વધારવાનો મોટો પડકાર છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે સ્વતંત્રતા બાદ અડધા દાયકાથી વધુ સમય સુધી દેશ પર શાસન કર્યું છે પરંતુ ભાજપનું કદ વધવાથી દેશભરના રાજકીય ગણીયારામાં કોંગ્રેસના ફુરચે ફુરચા ઉડી ગયા. એક સમયે સંપૂર્ણ દેશ પર કોંગ્રેસનું નિયંત્રણ હતું પરંતુ વર્તમાનમાં ફકત પરાજયો અને પોડુંચેરીમાં તેની સરકાર છે.

(4:18 pm IST)