Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મોબાઇલ - ટીવી - માઇક્રોવેવ ખરીદવાનું હવે મોંઘુ

કેન્દ્ર સરકારે બેઝિક કસ્ટમ ડયુટી વધારીઃ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનો હેતુ : ડયુટી વધવાથી મોબાઇલ ફોન ૧૫ ટકા મોંઘાઃ LED ટીવી - માઇક્રોવેવના ભાવ ૨૦% વધ્યા : દેશમાં બનતા મોબાઇલ - ટીવી - માઇક્રોવેવના ભાવ નહિ વધે

નવી દિલ્હી તા. ૧૫ : હવેથી વિદેશમાંથી ઇમ્પોર્ટ કરેલા મોબાઇલ ફોન, એલઇડી ટીવી અને માઇક્રોવેવ મોંઘુ થઇ ગયું છે. કેન્દ્ર સરકારે બેઇઝિક કસ્ટમ ડયુટીને વધારી દીધી છે. આ પગલુ એ કારણોસર ભરવામાં આવ્યું છે કે જેથી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળી શકે.

કેન્દ્રના આ પગલાથી હવે મોબાઇલ ફોન ૧૫ ટકા મોંઘા થઇ ગયા છે. આ વધારો ફકત તે ઉપકરણો પર થયા છે જેને વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. દેશમાં બનતા મોબાઇલ ફોન, ટીવી અને માઇક્રોવેવના ભાવ નહી વધે. આ અંગે સરકારે નોટિફિકેશન બહાર પાડયું હતું.

જીએસટીના લાગુ થયા બાદ કેન્દ્ર સરકારે પ્રથમવાર મોબાઇલ પર ૧૦ ટકા બેઇઝિક કસ્ટમ ડયુટીને વધારી દીધી હતી. સરકારે મોબાઇલ ફોન અને કેટલાક ઇલેકટ્રોનિક સામાનો પર ૧૦ ટકા કસ્ટમ ડયુટી લગાવી દીધી ત્યારબાદ આ સામાનોની વિદેશોમાંથી મંગાવાનું મોઘું થઇ જશે.

જે ઇલેકટ્રોનિક સામાનો પર બેઇઝિક ડયુટી લાગુ થશે. તેમાં સ્માર્ટફોન, ફોનનું ચાર્જર, બેટરી, હેડફોન, માઇક્રોફોન, કી-પેડ સામેલ છે. સાથે જ યુએસબી કેબલ અને અન્ય ઇલેકટ્રોનિક પ્રોડકટ્સ પર પણ કસ્ટમ ડયુટી લગાવામાં આવશે. બીજી બાજુ મોબાઇલના કેટલાક અન્ય પાર્ટસ જેવા પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, કેમેરા મોડયુલ, કનેકટર્સ ડિસ્પ્લે, ટચ પેનલ, કવર ગ્લાસ, વાઇબ્રેટર પર કોઇ ટેક્ષ લાગશે નહીં.

સરકારે વિદેશમાંથી મંગાવાતા મોબાઇલ ફોનના પાર્ટસ પર ૧૦ ટન બેઇઝિક કસ્ટમ ડયુટી લગાવી દીધી છે. ત્યારબાદ અન્ય દેશોમાંથી ભારતમાં મંગાવાતા સ્માર્ટ ફોન મોંઘા થઇ જાશે. બીજા શબ્દોમાં કહીએ તો સરકારે જીએસટી લાગુ કરીને એપલ, શાઓમી, નોકિયા, મોટોરોલા, લીનોવો અને ઘરેલુ મોબાઇલ નિર્માતા કંપનીઓ જેવી કે ઇન્ટેકસ, લાવા, માઇક્રોમેકસને મોટી રાહત આપી છે. જીએસટી બાદ હવે સેમસંગ, એલજી, ઓપો, વીવો, જીયોની, એચટીસી જેવી વિદેશી કંપનીઓ ભારતમાં પોતાનો મેન્યુફેકચરીંગ પ્લાન્ટ લગાવા પર મજબુર થશે. એટલે કે જ્યાં સુધી ભારતમાં આ કંપનીઓના મેન્યુફેકચરીંગ પ્લાન્ટ શરૂ થશે નહી ત્યાં સુધી તેના ફોનનું વેચાણ થશે નહિ.

(4:20 pm IST)