Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

અંગકોર વટ પછી બીજા નંબરનું યુનેસ્‍કો વર્લ્‍ડ હેરિટેજ બન્‍યું તાજ મહલ

આગ્રા : આગ્રામાં આવેલો તાજ મહલ ભારતની આન-બાન અને શાન સમુ ઐતિહાસિક સ્‍થાપત્‍ય છે. તાજેતરમાં એને વિશ્વની બીજા નંબરની યુનેસ્‍કો વર્લ્‍ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. દર વર્ષે ૮૦ લાખ લોકો તાજ મહલની મુલાકાત લે છે. પ્રેમના પ્રતીક સમું આ સ્‍થાપત્‍ય મુગલ સમ્રાટ શાહજહાંએ તેની બેગમ મુમતાઝ મહલની યાદમાં બંધાવ્‍યું હતું. યુનેસ્‍કો દ્વારા તાજ મહલને કમ્‍બોડિયાના અંગકોર વટના મંદિર પછીનું બીજા નંબરનું સ્‍થાપત્‍ય ગણવામાાં આવ્‍યું હતું. ટ્રાવેલ પોર્ટલ ટ્રિપએડવાઇઝરે યુનેસ્‍કોના કલ્‍ચરલ અને કુદરતી હેરિટેજ સાઇટ્‍સને ટ્રાવેલર્સે આપેલા રેટિંગના સર્વે પરથી આ તારવ્‍યું છે.

 

(4:31 pm IST)