Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ભારતના ખરાબ દિવસો હવે પૂરા થયા

વૃધ્ધિદરમાં બોટમઆઉટ થઇ ગયું હોવાથી હવે ગ્રોથ શરૂ થશેઃ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક

નવી દિલ્હી તા. ૧૫ : ભારતના વૃધ્ધિદર વિશે કોઇક અંદાજ સકારાત્મક, તો કોઇક નકારાત્મક આવી રહ્યો છે. એવામાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે એના અહેવાલમાં કહ્યું છે કે, 'વૃધ્ધિદરમાં બોટમઆઉટ થઇ ગયું છે. હવે ફરીથી ઉર્ધ્વગતિ શરૂ થશે. આગામી થોડા કવોર્ટરમાં જ વૃધ્ધિદર ૭ ટકા જેટલો થઇ જશે, પણ ૭.૫ ટકાની ઉપર જતાં એને થોડા વર્ષ લાગશે.'

૨૦૧૮ના આર્થિક અંદાજના અહેવાલમાં બેંકે કહ્યું છે કે, 'ભારત માટે ખરાબ દિવસો હવે પૂરા થયા છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ૬.૫ ટકાના દરે વૃધ્ધિ થશે અને ત્યારબાદ વૃધ્ધિદર ૭.૨ ટકા રહેશે. ચારથી ૬ કવોર્ટરમાં ક્રમે-ક્રમે સ્થિતિ સામાન્ય બનતી જશે.'

(12:11 pm IST)