Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મોદીના ગુજરાત મોડલ સામે દરેક મુદાની હવા નીકળી ગઇ

નવી દિલ્‍હી : એકઝીટ પોલે ફરી એક વખત બતાવી દીધુ છે કે મોદીના ગુજરાત મોડલ સામે દરેક મુદો બોદો છેઃ દલિતોનો ગુસ્‍સો જોવા ન મળ્‍યો, ખેડુતોની મુશ્‍કેલીઓ વાઇબ્રન્‍ટ ગુજરાતની કાર્પેટ નીચે દબાઇ ગઇ, પાટીદારોના સવાલો મોદીની ફોર્મ્‍યુલા સામે અટકી ગયાઃ કોંગ્રેસે જે જે મુદા ઉઠાવ્‍યા હતા તે બધા એકઝીટ પોલ હેઠળ દબાઇ ગયાઃ ૩૧ રેલીઓ થકી મોદીનો જાદુ એવો ચાલ્‍યો કે, ગુજરાતના મતદારોને બીજુ કશુ ન દેખાયુઃ આ એકઝીટ પોલના પરિણામોને સાચા ગણીએ તો કોંગ્રેસે જ નહી પરંતુ બધા પક્ષોએ વિચારવુ પડશે કે ચૂંટણી જીતવા માટે લડવા માટે આવે છે નહી કે હારીને લોકતંત્રનો નારો બુલંદ કરવા માટેઃ ૨૦૧૯ માટે હવે રાહુલ કેવી તૈયારી કરે છે તે જોવાનુ રહ્યુ ?

(4:30 pm IST)