Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

કર્ણાટકમાં રોજ પ્રસાદ લેવા માટે મંદિર પહોંચી જાય છે આ હાથી

બેંગ્લોર તા. ૧પ :.. કર્ણાટકના ચમરાજનગર જિલ્લાના બાંદીપુર નેશનલ પાર્કમાં આવેલું હિમાવદ ગોપાલાસ્વામી આજકાલ એક હાથીને કારણે ચર્ચામાં છે. આ મંદિરની સામે રોજ એક હાથી આવે છે અને પ્રસાદ લઇને જાય છે. આસપાસ જંગલનો વિસ્તાર છે અને રોજ ચોકકસ સમયે એક જંગલી હાથી આ મંદિર પાસે આવે છે અને એની પ્રદક્ષિણા કરે છે. છેલ્લા બે અઠવાડીયાંથી સાંજના સમયે આ હાથી આવીને પ્રસાદ લઇ જાય છે. તે પ્રસાદમાં માત્ર કેળાં અને નારિયેળ જ લે છે.

(10:16 am IST)