Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

વિશ્વભરમાં તોળાઇ રહી છે તીવ્ર નાણાકીય કટોકટી

ફાયનાન્‍સીયલ ફર્મ ડોએચનો ચોંકાવનારો રિપોર્ટઃ વિશ્વના ૩૦ મોટા ફાયનાન્‍સીયલ ખતરાનો ઉલ્લેખ : ચીન ઉપર વધતુ દેવું, બિટકોઇનમાં તેજી, નોર્થ કોરિયા તરફથી વધતુ ટેન્‍શન, બ્રેકઝીટ, કોમોડીટીની કિંમતમાં વધારો અને કેનેડા - ઓસ્‍ટ્રેલિયામાં હાઉસીંગ ફુગાવો ફુટવો કારણભૂત

નવી દિલ્‍હી તા. ૧૫ : વર્ષ ૨૦૧૭ના છેલ્લા મહિના ડિસેમ્‍બરમાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. પાછલા એક વર્ષમાં ઘરેલૂ અને વિદેશી રોકાણકારોએ ખૂબ કમાણી કરી. સેન્‍સેક્‍સે જયાં એકબાજુ ૨૦ ટકાનો ફાયદો કરાવ્‍યો તો અમેરિકા સહિતના દુનિયાભરના મોટા બજારોએ લોકોને માલામાલ કરી દીધા. પરંતુ આવતા વર્ષે બિટકોઈનમાં તેજી અને નોર્થ કોરિયા તરફથી વધતુ ટેન્‍શન, બ્રેક્‍ઝિટ, કોમોડિટીની કિંમતો વધારવી અને કેનેડા-ઓસ્‍ટ્રેલિયામાં હાઉસિંગ ફુગાવો ફૂટવાથી દુનિયાભરના ફાઈનાન્‍સિયલ માર્કેટમાં ઘટાડો આવી શકે છે. આવો જાણીએ કયા ૧૦ મોટા ખતરા તમારા પૈસા પર આવી શકે છે.

પણ એક કારણ છે. દુનિયાની મોટી ફાઈનાન્‍સિયલ ફર્મ ડોએચે બેન્‍કેના રિપોર્ટમાં દુનિયાના ૩૦ મોટા ફાઈનાન્‍સિયલ ખતરાઓનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. પરંતુ ૧૦ મોટા રિસ્‍કની વાત કરીએ તો તેમાં બિટકોઈનના ક્રેસને લઈને ચિંતાઓ વધારે છે. જો બિટકોઈનમાં ઘટાડો થશે તો દુનિયાભરના રિટેઈલ રોકાણકારોની મોટી રકમ ડૂબી જશે.

નોર્થ કોરિયા અને અમેરિકા વચ્‍ચે સતત વધી રહ્યો છે. જો યુદ્ધ જેવી સ્‍થિતિ બનશે તો ફાઈનાન્‍સિયલ માર્કેટમાં ઘટાડો આવશે. એવામાં શેર માર્કેટ નીચું જઈ શકે છે.

અમેરિકી સેન્‍ટ્રલ બેન્‍ક ફેડરલ રિઝર્વ બેન્‍કના નવા ચેરમેન જેરોમ પોવૈલ તરફથી વ્‍યાજદર વધારવાથી ચિંતા વધી શકે છે. કારણ કે વિદેશની રોકાણકારો પોતાના પૈસા વિકાસશીલ દેશોમાંથી નીકાળીને અમેરિકા લઈ જઈ શકે છે. તેનાીથી એશિયાઈ દેશોમાં ઘટાડો થઈ શકે છે.

પાછલા એક વર્ષમાં કોમોડિટીની કિંમતો ૫૦ ટકા સુધી વધી ગઈ છે. એવામાં ભારત જેવા વિકાસશીલ દેશોમાં મોંધવારી વધી શકે છે. ચીન, કેનેડા, ઓસ્‍ટ્રેલિયા, સ્‍વીડન, નોર્વેમાં હાઉસિંગ સેક્‍ટરમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે.

દુનિયાભરના ફાઈનાન્‍સિયલ સિસ્‍ટમ માટે છઠ્ઠો ખતરો ચીન તરફથી આવી શકે છે. હકીકતમાં ચીન પર દેવું સતત વધી રહ્યું છે. આ કારણે એક વર્ષ દરમિયાન જયાં ભારત સહિત દુનિયાના મોટાભાગના શેર માર્કેટે ૨૦ ટકાથી વધારે રિટર્ન આપ્‍યું છે, તો ચીનના શેર માર્કેટ આ દરમિયાન સતત નેગેટિવ રહ્યા.

ચીન તરફથી એક બીજો ખતરો પણ છે. ત્‍યાંના હાઉસિંગ માર્કેટમાં એક ફુગાવો બની ચૂક્‍યો છે. જે ક્‍યારેય પણ ફુટી શકે છે. એવામાં એશિયાની સૌથી મોટી ઈકોનોમીમાં કોઈપણ હલચલ ભારત સહિત દુનિયાની મોટી ઈકોનોમીને હલાવી શકે છે.

બ્રેક્‍ઝિટ બાદ અર્થશાષાી માની રહ્યા છે કે અન્‍ય યુરોપીય દેશો તરફથી એક પગલું લેવાઈ શકે છે. જો આવું થશે તો યુરોપ ઈકોનોમી પર નેગેટિવ અસર પડશે અને દુનિયાભરના બજારોમાં ઘટાડો થવાની આશંકા બનશે.

રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. આ મોટી ઈવેન્‍ટ પર પણ બજારોની નજર ટકેલી છે.

યુરોપના ઘણા દેશોમાં અલગથી ૨૦૧૮માં ચૂંટણી થવાની છે. ખાસ કરીને યુરોપની મોટી જીડીપીવાળા દેશ ઈટાલી, યુકે, જર્મનીમાટે આ ચૂંટણી ખૂબ જ મહત્‍વની છે. જો કોઈ ઉલટફેર થશે તો હાલની પોલીસી પર મોટો અસર થશે. તેનાથી દુનિયાભરના રોકાણકારોના સેન્‍ટિમેન્‍ટ ખરાબ થઈ શકે છે.

કોર્પોરેસન સ્‍કેન ડોટ કોમના સીઈઓ વિવેક મિત્તલનું કહેવું છે કે જો અમેરિકા અથવા પછી યુરોપીય શેર બજારોમાં કોઈ પણ પ્રોબ્‍લેમ થાય છે તો ભારતીય માર્કેટમાં અસર જોવા મળે છે. તેનો મતલબ છે કે ગ્‍લોબલ માર્કેટમાં નાનો ઘટાડો પણ ભારતીય માર્કેટમાં જોવા મળે છે. જેથી શેર માર્કેટના ઘટાડાથી મ્‍યુચ્‍યુઅલ ફંડ્‍સમાં લોકોને રિટર્ન ઘટી જશે. તો ઈન્‍સ્‍યોરન્‍સની હિટ પોલીસીમાં પણ રોકાણકારોને ઝટકો લાગી શકે છે.

 

(12:22 am IST)