Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

હવે રાતના સમયે ATMમાં નહીં નખાય કેશ

એટીએમ માટે કેશ લઇ જતી વાન પર હુમલા અને લૂંટપાટની ઘટનાઓથી ચિંતિત સરકારે પ્રસ્‍તાવ કર્યો : એટીએમમાં ૯ વાગ્‍યા પછી કેશ નહીં નખાયઃ રોજના ૧૫,૦૦૦ કરોડની હેરફેર વાન દ્વારા

નવી દિલ્‍હી તા. ૧૫ : એટીએમ માટે કેશ લઈ જતી વાન પર હુમલા અને લૂંટપાટની ઘટનાઓથી ચિંતિત સરકારે પ્રસ્‍તાવ કર્યો છે કે શહેરોમાં એટીએમમાં પૈસા નાખવાનું કામ રાત્રે ૯ વાગ્‍યા બાદ નહીં કરવામાં આવે. અધિકારીઓ અનુસાર આ સાથે જ સલાહ આપવામાં આવી છે કે કેશને લઈ જતી એજન્‍સીઓ બેન્‍કોમાંખી બપોર સુધી પૈસા લઈ લે.

ગૃહ મંત્રાલયે નોટોના હેરફેરનું કામ કરતી પ્રાઈવેટ સિક્‍યોરિટી એજન્‍સીઓ માટે પ્રસ્‍તાવિક માનકોમાં ઉપરના ફેરફારો સૂચવ્‍યા છે. આ અંતર્ગત ગ્રામીણ વિસ્‍તારોમાં એટીએમમાં પૈસા નાખવાનું કામ સાંજે ૬ વાગ્‍યા સુધીમાં કરવામાં આવે, જયારે નક્‍સલ પ્રભાવિત જિલ્લાઓમાં આ કામ ૪ વાગ્‍યા સુધીમાં કરવાનું રહેશે. આવી જ રીતે ૫ કરોડ રૂપિયાથી વધારે રકમ લઈ જતી વાનમાં વિશેષ રૂપથી તૈયાર હશે અને તેમાં સીસીટીવી અને જીપીએસ જેવી સુવિધા રહે.

મંત્રાલયના અધિકારીઓ અનુસાર વાનમાં બે સશષા ગાર્ડ અને એક ચાલકને કોઈ પણ પ્રકારની પરિસ્‍થિતિમાં વાહનને સુરક્ષિત જગ્‍યાઓ પર લઈ જવાની રીત જણાવે. એક અનુમાન અનુસાર રોજ ૮૦૦૦ પ્રાઈવેટ વાન ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની રોકડ બેન્‍કોમાંથી લઈને એટીએમ સુધી હેરફેર કરે છે. તો પ્રાઈવેટ સિક્‍યોરિટી એજન્‍સીઓ બેન્‍કોની તરફથી લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયાની રોકડ રાત સુધી પોતાની પાસે રાખે છે.

અધિકારીઓએ જણાવ્‍યું કે આ પ્રક્રિયાને મંજૂરી આપવા માટે કાયદા મંત્રાલય પાસે મોકલાઈ છે. ત્‍યાંથી મંજૂરી મળ્‍યા બાદ દરેક રાજયની સરકારોને દિશા નિર્દેશ જાહેર કરવામાં આવશે.

(4:29 pm IST)