Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

યુ.એસ. સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલા ૩૦ વર્ષીય નૌશીન રહેમાનને ૧ર વર્ષની જેલ : કુંવારી માતા બનેલી યુવતિએ તાજા જન્‍મેલા બાળકને કચરાપેટીમાં નાખી દઇ મોત નિપજાવ્‍યાનો આરોપ પૂરવાર

ન્‍યુયોર્ક : અમેરિકામાં તાજા જન્‍મેલા બાળકને કચરા પેટીમાં નાખી દઇ મોતને ઘાટ ઉતારી દેવાના આરોપસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા ૩૦ વર્ષીય નૌશીન રહેમાનને ન્‍યુયોર્ક સુપ્રિમ કોર્ટએ ૧ર વર્ષની જેલ સજા ફરમાવી છે.

કુંવારી માતા બનેલી આ યુવતિએ કોર્ટમાં જણાવ્‍યા મુજબ તેમની જ્ઞાતિમાં લગ્ન પહેલા બાળકને જન્‍મ આપનાર મહિલા પ્રત્‍યે અનાદરનો ભાવ થતો હોવાથી રૂઢીને કારણે તેવો ઉપરોકત પગલું ભર્યુ હતું.

નૌશાનના એટર્નીએ જણાવ્‍યા મુજબ જો આ ચુકાદા સાથે સંમત ન થાય તો તેને મનુષ્‍ય વધના આરોપસર રપ વર્ષની જેલસજા થઇ શકત.

(9:13 pm IST)