Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

કાલથી ભક્તો માટે ખુલી જશે સિદ્ધીવિનાયક મંદિર : દરરોજ 1000 લોકો કરી શકશે દર્શન

દર્શન કરવા જનારા ભક્તોએ મંદિરના એપ પર પહેલાથી બુક કરાવવું પડશે.

મુંબઈ : કોરોના મહામારીના કારણે બંધ રહેલું સિદ્ધિવિનાયક મંદિરના દ્વારા સોમવારથી ખુલવા જઈ રહ્યા છે. મંદિરના અધ્યક્ષ આદેશ બાંડેકરે કહ્યુ હતું કે, સોમવારે સવારે 7 કલાકથી ભક્ત મંદિરમાં ગણપતિના દર્શન કરી શકશે. દર્શન કરવા જનારા ભક્તોએ મંદિરના એપ પર પહેલાથી બુક કરાવવું પડશે. જ્યારે પ્રથમ દિવસે એક હજાર ભક્તો દર્શન કરી શકશે.

મંદિરમાં દર્શન કરવા જતી વખતે ભક્તોને ક્યૂઆર કોડ પણ આપવામાં આવશે. મંદિર આવતા ભક્તોને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. વરિષ્ઠ નાગરિકોને મંદિરમાં ન આવવાની અપીલ કરાઈ છે. ત્યારે વૃદ્ધ લોકો અને બાળકો માટે એપ પર વર્ચુઅલ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

 મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 16 નવેમ્બર એટલે કે, સોમવારથી રાજ્યના તમામ ધાર્મિક સ્થળ ખોલવાની મંજૂરી આપી દીધી છે. સિદ્ધિવિનાયક મંદિરમાં જતાં ભક્તોનું બોડી ટેમ્પરેચર ચેક કરવુ જરૂરી છે. માસ્ક વગર મંદિરમાં કોઈને પણ પ્રવેશ આપવામા આવશે નહીં. સાથે જ અહીં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવું પડશે.

(6:21 pm IST)