Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

દિલ્‍હીમાં દિવાળીના સપરમાં દિવસે ફટાકડા નહીં ફુટવાના NGTના આદેશને લોકોને ફગાવ્‍યો : NCRમાં ધૂમ ફડાકડા ફોડી લોકોએ દિવાળીનો આનંદ માણ્‍યો

નવી દિલ્હી: દિવાળીના અવસર પર સરકાર અને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના  આદેશોના ધજાગરા ઉડાવતા હોય તેમ દિલ્હી-એનસીઆરમાં ખૂબ ફટાકડા ફોડવામાં આવ્યા. શનિવારે રાત્રે દિવાળીની પૂજા બાદ ફટાકડા પર પ્રતિબંધ છતાં દેશની રાજધાની અને નજીકના વિસ્તારોમાં ઠેર-ઠેર લોકો ફટાકડા  ફોડતા જોવા મળ્યા.

હકીકતમાં કોરોના મહામારી સાથે જ વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહેલ દિલ્હીની સ્થિતિને જોતા NGT દ્વારા 30 નવેમ્બર સુધી દિલ્હી-NCRમાં તમામ પ્રકારના ફટકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આમ છતાં શનિવારે રાત્રે દિલ્હી સહિત નોઈડા, ગાજિયાબાદ, ગુડગાંવમાં લોકોએ ખૂબ જ ફટાકડા ફોડ્યા હતા.

દિલ્હીમાં શનિવારે પ્રતિબંધ છતાં ફટાકડા વેચવાના ગુનામાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધીમાં 55 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના  જણાવ્યા પ્રમાણે, દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી કુલ 3408 કિલો ફટાકડા જપ્ત કરવામાં આવ્યાં છે.

(1:04 pm IST)