Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

ધરતીથી ૧.૦૬ લાખ ફૂટની ઉંચાઈએ સ્પેશ સ્ટેશનમાં જોવા મળી ભારતની શાન તિરંગો

નવી દિલ્હી: આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ વખતે દુનિયાભરમાં આપણી આન, બાન અને શાન તિરંગાની ધૂમ મચી છે. પછી તે ધરતી હોય, આકાશ હોય અથવા પછી દરિયો હોય. દરેક જગ્યાએ તિરંગો ફરકાવવામાં આવ્યો છે. પહેલી વખત પૃથ્વીથી 30 હજાર કિલોમીટરની ઊંચાઈએ તિરંગો ફરકાવવામાં આવ્યો છે. આ વખતે બાળકોમાં અંતરીક્ષ વિજ્ઞાનને પ્રોત્સાહિત કરનારી સંસ્થા સ્પેસ કિડ્ઝ ઈન્ડિયાએ તિરંગાને પૃથ્વીથી 1,06,000 ફૂટની ઊંચાઈએ ફરકાવવામાં આવ્યો છે. બિઝનેસ ટુડે મુજબ આઝાદીના અમૃત મહોત્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન હેઠળ બાળકોને ખાસ બલૂનની મદદથી આ તિરંગાને ફરકાવ્યો છે. બીજી તરફ અંદામાન નિકોબારના ઊંડા દરિયામાં પણ તિરંગો લહેરાવવામાં આવ્યો છે.  
 
સ્પેસ કિડ્ઝ ઈન્ડિયાના એક નિવેદનમાં કહ્યું છે, પૃથ્વીની ઉપર ઝંડો લહેરાવવો આ બધા સ્વતંત્રતા સેનાનીઓના સન્માન અને તેમની શ્રદ્ધાંજલિનુ પ્રતિક છે અને એવા લોકો પર ગૌરવ કરવાની વાત છે, જે ભારતનુ ગૌરવ જાળવવા માટે દરરોજ સખત પરિશ્રમ કરી રહ્યાં છે. સ્પેસ કિડ્ઝ ઈન્ડિયાએ હાલમાં ધરતીની નિચલી કક્ષા માટે એક સેટેલાઈટ લોન્ચ કર્યો છે. બીજી તરફ અંતરીક્ષમાંથી ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ પર સંદેશ મોકલવામાં આવ્યાં છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં હાલમાં કામ કરી રહેલા અંતરીક્ષયાત્રી સામંથા ક્રિસ્ટોફોરેટીએ ભારતીયોને શુભેચ્છા આપતો એક વીડિયો સંદેશ મોકલ્યો છે. 
 
આ દરમ્યાન ભારતીય મૂળના અંતરીક્ષયાત્રી રાજા ચેરીએ પણ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી છે. નાસાના અંતરીક્ષયાત્રી રાજા ચેરી હાલમાં 6 મહિનાના મિશન બાદ આંતરરાષ્ટ્રીય સ્પેસ એજન્સીની યાત્રા કરી પાછા આવી ગયા છે. તેમણે કહ્યું છે કે નાસા અને ઈસરોની વચ્ચે સહયોગનો એક લાંબો ઈતિહાસ રહ્યો છે. સ્પેસ યુગના પ્રારંભિક દિવસમાં જ્યારે ઈસરો ભારતમાં રોકેટની અવાજ પર કામ કરી રહ્યો હતો ત્યારથી શરૂ થયેલ નાસાનો સહયોગ હજી પણ ચાલુ છે. આજે પણ અમે સ્પેસ અને અર્થ સાયન્સ મિશન પર સંયુક્ત રીતે કામ કરી રહ્યાં છે.

 

(6:25 pm IST)