Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રાજસ્થાન કોંગ્રેસમાં ખળભળાટઃ એક ધારાસભ્યનું રાજીનામુ

રાજસ્થાનના જાલોર જીલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના સુરાણા ગામમાં સ્કુલ શિક્ષકે માર મારતા ૯  વર્ષના દલિત વિદ્યાર્થીનું મોત થયા બાદ કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. અને સત્તાધારી પક્ષનાં બારાના અટરૃના ધારાસભ્ય પાનાચંદ મેઘવાલે આ ઘટનાના કારણે મુખ્યમંત્રી ગહલોતને પોતાનું રાજીનામુ મોકલી દીધું છે.

તેમણે રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, આજે મારો સમાજ જેવી રીતે યાતનાઓ ભોગવી રહ્યો છે તે શબ્દો દ્વારા વર્ણવી ન શકાય.

અહીં દલિતો અને વંચિતોને માટલામાંથી પાણી પીવા ઉપર, ઘોડા ઉપર બેસવા અને મુછો રાખવા ઉપર યાતઓ આપીને મૃત્યુ અપાય છે. 

(6:06 pm IST)