Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

દેશવાસીઓને આઝાદીના પર્વની શુભકામના આપતા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી

આપણે વિતેલા 75 વર્ષોમા અનેકો ઉપલબ્ધિઓ મેળવી છે. પણ આજની આત્મમુગ્ધ સરકાર આપણા સ્વતંત્રતા સેનાનીઓના મહાન બલિદાન અને દેશની ગૌરવશાળી સિદ્ધિઓને નાની સાબિત કરવામાં લાગેલી છે. જેને કોઈ પણ ભોગે સ્વિકાર કરી શકાય નહીં - સોનિયા ગાંધી

નવી દિલ્‍હીઃ  કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશવાસીઓને આઝાદીના પર્વની શુભકામનાઓ આપી હતી. સાથે જ તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહારો પણ કર્યા હતા. સોનિયા ગાંધીએ સરકારને આત્મમુગ્ધ ગણાવી હતી. તેમણે એવું પણ કહ્યું કે, સરકાર મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુને લઈને જુઠાણા ફેલાવી રહી છે. તેનો કોંગ્રેસ હંમેશા વિરોધ કરશે. સોનિયા ગાંધીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ પર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. છેલ્લા 75 વર્ષમાં ભારતે પોતાના પ્રતિભાશાળી ભારતવાસીઓને આકરી મહેનતના બળ પર વિજ્ઞાન, સ્વાસ્થ્ય અને માહિતી અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય પટલ પર એક અમિટ છાપ છોડી છે.

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આગળ કહ્યું કે, આપણે વિતેલા 75 વર્ષોમા અનેકો ઉપલબ્ધિઓ મેળવી છે. પણ આજની આત્મમુગ્ધ સરકાર આપણા સ્વતંત્રતા સેનાનીઓના મહાન બલિદાન અને દેશની ગૌરવશાળી સિદ્ધિઓને નાની સાબિત કરવામાં લાગેલી છે. જેને કોઈ પણ ભોગે સ્વિકાર કરી શકાય નહીં. રાજકીય લાભ માટે ઐતિહાસિક તથ્યો પર કંઈ પણ ખોટા નિવેદન અને ગાંધી-નહેરુ-પટેલ અને આઝાદજી જેવા મહાન રાષ્ટ્રીય નેતાઓની અસત્યતાના આધાર પર સવાલો ઊભા કરવામાં દરેક પ્રયાસનો કોંગ્રેસ ભરપૂર વિરોધ કરશે.

સોનિયા ગાંધીએ કહ્યું કે, ભારતે પોતાના દૂરદર્શી નેતાઓના નેતૃત્વમાં વધુ એક જ્યાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી વ્યવસ્થા સ્થાપિત કરી છે, તો વળી પ્રજાતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓને મજબૂત બનાવી. તેની સાથે સાથે ભારતે ભાષા,ધર્મ અને સંપ્રદાયની બહુલતાવાદી કસોટી પર હંમેશા ખરા ઉતરનારો એક અગ્રણી દેશ તરીકે પોતાની ગૌરવપૂર્ણ ઓળખાણ બનાવી છે. અંતમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, ભારતના ઉજ્જવળ ભવિષ્યની કામના કરુ છું.

(12:55 pm IST)