Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ પોતાના ઘરે ત્રિરંગો લહેરાવ્‍યોઃ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો

, “આપણા નાના બાળકોને અને આવનારી પેઢીને આ આઝાદી મેળવવા માટે આપણા ક્રાંતિકારીઓએ કેટલા બલિદાન આપ્યા છે તે શીખવવામાં વધુ સમય લાગશે. પરંતુ તે નાનાં બાળકોનો ધ્વજ લહેરાવીને, અમે વધુ ગર્વ, પ્રેમ અને ખુશી અનુભવી શક્યા.”- શાહરૂખે કેપ્શનમાં લખ્યું

મુંબઇઃ 15 ઓગસ્ટે દેશ આઝાદીની  ૭૬મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે. આઝાદીની આ ઉજવણીમાં દરેક લોકો ભાગ લેશે. જ્યારે આખો દેશ આઝાદીના રંગમાં રંગાયેલો છે, ત્યારે આપણું બોલિવૂડ ક્યાં પાછળ રહી શકે છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનમાં કેન્દ્ર સરકારે 13 થી 15 ઓગસ્ટની વચ્ચે દરેક ઘરમાં ત્રિરંગો લગાવવાની અપીલ કરી હતી. હવે બોલિવૂડના બાદશાહ શાહરૂખ પણ આ અભિયાનમાં જોડાયા છે. તેમણે તેમના નિવાસસ્થાન મન્નત પર તિરંગો લગાવ્યો છે.

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને પણ આઝાદીની આ ઉજવણીમાં ભાગ લીધો હતો અને તેનો વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. સાથે જ તેની પત્ની ગૌરી ખાને પણ ફોટો શેર કરીને ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ભારત સરકારે હાલ ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત દરેક વ્યક્તિને, પછી તે સામાન્ય હોય કે ખાસ, દરેકને તેમના ઘરે ત્રિરંગો લગાવીને આ અભિયાનનો ભાગ બનવા વિનંતી કરવામાં આવી છે. સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ પોતાના ઘરે ત્રિરંગો લહેરાવીને આ અભિયાનમાં ભાગ લીધો હતો. શાહરૂખે આ માહિતી એક પોસ્ટમાં શેર કરી છે.

વીડિયો પોસ્ટ કરતાં શાહરૂખે કેપ્શનમાં લખ્યું છે કે, “આપણા નાના બાળકોને અને આવનારી પેઢીને આ આઝાદી મેળવવા માટે આપણા ક્રાંતિકારીઓએ કેટલા બલિદાન આપ્યા છે તે શીખવવામાં વધુ સમય લાગશે. પરંતુ તે નાનાં બાળકોનો ધ્વજ લહેરાવીને, અમે વધુ ગર્વ, પ્રેમ અને ખુશી અનુભવી શક્યા.” વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખે તેની પત્ની ગૌરી ખાન અને બાળકો આર્યન, અબરામ સાથે તિરંગો ફરકાવ્યો હતો. શાહરૂખે અબરામના હાથમાં ત્રિરંગો ફરકાવ્યો હતો.

 

 

(12:45 pm IST)