Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

લાલ કિલ્લા પરથી નરેન્દ્રભાઇ મોદીએ નવમી વખત ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ : આગામી ૨૫ વર્ષનો રોડ મેપ ઘડાયો: દેશવાસીઓને પાંચ સંકલ્પ લેવડાવ્યા

ત્રિશક્તિનો મંત્ર આપતા પીએમ : ગાંધીજી.નહેરુ અને સાવરકરને યાદ કર્યા

નવી દિલ્હી: સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 તોપોની સલામી અપાઈ હતી. લાલ કિલ્લા પરથી તેઓએ દેશ સામે 5 સંકલ્પ રાખ્યા અને ત્રિશક્તિનો મંત્ર આપ્યો. તેઓએ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનને એક નવું નામ “PM સમગ્ર સ્વાસ્થ્ય મિશન”ના વિસ્તારનો ઉલ્લેખ કર્યો. ગાંધીજી, નહેરુજી અને સાવરકરને યાદ કર્યા.

નારી શક્તિના સન્માન અને ગૌરવની વાત કરી તેઓ ભાવુક થઈ ગયા હતા. તેઓએ કહ્યું કે મારું દર્દ દેશવાસીઓને નહીં કહું તો કોને કહીશ. ઘરમાં એકતા ત્યારે જ સ્થપાય છે જ્યારે દીકરો-દીકરી સમાન હોય. જેન્ટર ઈક્વાલિટી એકતાની પ્રથમ શરત છે. ઈન્ડિયા ફર્સ્ટ જ એકતાનો પ્રથમ મંત્ર છે. શ્રમિકોનું સન્માન કરવું જોઈએ. મારી એક પીડા છે, મારી અંદર એક દર્દ છે કે કોઈને કોઈ કારણે આપણી અંદર એક વિકૃતિ આવેલી છે. આપણે શબ્દોમાં નારીનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની જિંદગીમાં નારીના અપમાન કરવાની દરેક વાતથી મૂક્તિનો સંકલ્પ લઈ શકીએ છીએ.


PM મોદીએ કહ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક છે. એક પુણ્ય પડાવ, એક નવો માર્ગ, એક નવો સંકલ્પ અને નવી તાકાત સાથે કદમ આગળ મૂકવાનો અવસર છે. આઝાદીના યુદ્ધમાં ગુલામીનો પૂરો સમય સંઘર્ષમાં વિત્યો છે. ભારતનો કોઈ ખૂણો એવો ન હતો કે જ્યારે દેશવાસીઓએ અનેક વર્ષો સુધી ગુલામી સામે યુદ્ધ ન કર્યું હોય, આહુતિ ન આપી હોય. આજે તમામ દેશવાસીઓ માટે આ દરેક મહાપુરુષોને નમન કરવાનો અવસર છે. તેઓનું સ્મરણ કરી તેઓના સપનાઓને પૂરા કરવાનો સંકલ્પ લેવાનો અવસર છે. આજે આપણે કૃતજ્ઞ છીએ પૂજ્ય બાપુના, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાબા સાહેબ આંબેડકર, વીર સાવરકરના… તેઓએ કર્તવ્યના માર્ગ પર જીવનને ખપાવી દીધું. આ દેશ કૃતજ્ઞ છે મંગલ પાંડે, તાત્યા ટોપે, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાક અલ્લા ખાં, રામ પ્રસાદ બિસ્મિલ. આ ક્રાંતિકારીઓએ અંગ્રેજોના શાસનને હલાવી દીધું હતું

પીએમએ કહ્યું કે જો આપણે આપણી પીઠ થપથપાવતા રહીશું તો આપણા સપનાઓ દૂર થઈ જશે. તેથી ભલે આપણે ગમે તેટલા સંઘર્ષ કર્યો હોય છતાં, આજે જ્યારે આપણે અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે આગામી 25 વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે હું લાલ કિલ્લા પરથી 130 કરોડ લોકોને આહ્વાન કરું છું. મિત્રો, મને લાગે છે કે આવનારા 25 વર્ષ સુધી પણ આપણે આ પાંચ સંકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. 2047માં આઝાદીના 100 વર્ષ થવાના છે ત્યારે આઝાદી પ્રેમીઓના તમામ સપનાઓને સાકાર કરવાની જવાબદારી આપણે લેવી પડશે.ઉપર ચાલવું પડશે.

પ્રથમ સંકલ્પ: હવે દેશને મોટા સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. ખૂબ મોટા સંકલ્પ સાથે ચાલવું પડશે. મોટો સંકલ્પ છે, 

બીજો. સંકલ્પ: જો હજુ પણ આપણા મનમાં કોઈ પણ ખૂણામાં ગુલામીનો એક પણ અંશ હોય તો તેને કોઈ પણ સંજોગોમાં છોડવાનો નથી. હવે આપણે એમાંથી સો ટકા છુટકારો મેળવવો પડશે જેણે આપણને સેંકડો વર્ષોથી ગુલામીમાં પકડીને રાખ્યા છે.

ત્રીજો સંકલ્પ: આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ. આ એ વારસો છે જેણે એક સમયે ભારતને સુવર્ણકાળ આપ્યો હતો. આ વારસા પર આપણને ગર્વ હોવો જોઈએ.

ચોથો સંકલ્પ: એકતા અને એકજુથતા. 130 કરોડ દેશવાસીઓમાં એકતા. ન તો પોતાનું કે ન કોઈ પરાયું. એક ભારત શ્રેષ્ઠ ભારતના સપના માટે એકતાની શક્તિ એ આપણી ચોથી પ્રતિજ્ઞા છે.

પાંચમો સંકલ્પ: નાગરિકોની ફરજ. જેમાં પીએમ પણ બહાર નથી હોતા, સીએમ પણ બહાર નથી હોતા. તેઓ પણ નાગરિક છે. આવનારા 25 વર્ષનાં સપનાં પૂરાં કરવા માટે ઘણો જુસ્સો છે. જ્યારે સપના મોટા હોય છે. જ્યારે વિચારો મોટા હોય છે ત્યારે પ્રયત્ન પણ ઘણો મોટો હોય છે.

હું આઝાદી પછી જન્મેલ પ્રથમ વ્યક્તિ હતો…
પીએમે કહ્યું કે જેમના મનમાં લોકશાહી હોય છે, જ્યારે તેઓ સંકલ્પ સાથે ચાલી નીકળે છે,તે સામર્થ્ય વિશ્વની મોટી સત્તાઓ માટે સંકટનો સમય લઈને આવે છે. લોકશાહીની આ માતા, આપણા ભારતે સાબિત કર્યું છે કે આપણી પાસે અમૂલ્ય શક્તિ છે. 75 વર્ષની સફરમાં ઉતાર-ચઢાવ આવ્યા. 2014 માં દેશવાસીઓએ મને જવાબદારી સોંપી. આઝાદી પછી જન્મેલ હું એવો પહેલો વ્યક્તિ હતો જેને લાલ કિલ્લા પરથી દેશવાસીઓનું ગૌરવ ગાવાની તક મળી. પણ હું તમારા લોકો પાસેથી જે કંઈ પણ શીખ્યો છું, હું તમને જેટલું જાણી શક્યો છું, હું સુખ અને દુઃખને સમજી શક્યો છું… તેને લઈને મેં મારો આખો કાર્યકાળ દેશના લોકોને મજબુત કરવામાં વિતાવી દીધો- પછી તે દલિત, શોષિત, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, હિમાલયની કોતરો હોય, સમુદ્રનો કિનારો હોય. દરેક ખૂણામાં બાપુનું જે સપનું હતું, અંતે માણસને સક્ષમ બનાવવાનું, મેં મારી જાતને તેને સમર્પિત કરી દીધી.

(11:40 am IST)