Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભારત અને તઝાકિસ્તાન વ્યુહાત્મક દ્વિપક્ષીય સંબંધો અને ભાગીદારીને વધુ મજબુત બનાવવા માટે સહમત

બંને વિદેશમંત્રીઓએ સરહદી વિવાદ અને સંલગ્ન મુદ્દાઓ તથા ભારત અને ચીનના સંબંધો અંગે પણ વિસ્તૃત મંત્રણા કરી

નવી દિલ્હી : ભારત અને તઝાકિસ્તાન વ્યુહાત્મક દ્વિપક્ષીય સંબંધો અને ભાગીદારી વધુ મજબુત કરવા માટે સહમત થયા છે. વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર અને તજિકિસ્તાનના વિદેશમંત્રી એસ.મુહરીદ્દીન વચ્ચે થયેલી વાતચીતમાં આ મુજબ સંમતિ થઇ હતી. આ સાથે ડૉ.એસ. જયશંકરે તજિકિસ્તાનની મુલાકાત પૂર્ણ કરી છે. તેઓ ત્યાં SCO સંગઠનના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ગયા હતા. તે દરમિયાન વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાંગ-યીએ તજિકિસ્તાનના દુશાનબે ખાતે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતેની વર્તમાન પરિસ્થિતિ અંગે ગઈકાલે ચર્ચા-વિચારણા કરી હતી. બંને આગેવાનોએ સરહદી વિવાદ અને સંલગ્ન મુદ્દાઓ તથા ભારત અને ચીનના સંબંધો અંગે પણ વિસ્તૃત મંત્રણા કરી હતી.

(11:11 pm IST)