Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

અનિલ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ પાવરનો દેવા મુક્તિ માટે મહત્વનો નિર્ણય : મંજૂરી મળી

શેરહોલ્ડર્સની બહુમતીના આધાર પર નિર્ણય: 8 લાખ શેર હોલ્ડર્સને થશે લાભ: સિંગલ લોનમાં 1,325 કરોડ રૂપિયાનો ઘટાડો કરાશે

મુંબઈ :અનિલ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ પાવરે બુધવારે કહ્યું કે તેણે પોતાની પ્રમોટર કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 1,325 કરોડ રૂપિયાના શેર અને વોરન્ટ જાહેર કરીને શેરધારકોના બહુમતના આધાર પર તેને મંજૂરી આપી છે. આરઈફ્રાનો શેર અને વોરન્ટ જાહેર કરવાનો હેતુ રિલાયન્સ પાવરની સિંગલ લોનમાં 1,325 કરોડ રૂપિયાનો ઘટાડો કરવાનો છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે રિલાયન્સ પાવર લિમિટેડના શેરધારકોએ પોસ્ટલ બેલેટ પેપર દ્વારા ભારે બહુમતીથી ઈક્વિટી શેરો અને વોરન્ટોના પ્રેફરન્શીયલ એક્ઝિટને મંજૂરી આપી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ પાવર પોતાના 59.50 કરોડ શેર અને 73 કરોડ વોરન્ટ, જે 10 રૂપિયા કિંમત પર કંપનીની બરાબર સંખ્યામાં ઈક્વિટી શેરમાં પરિવર્તનશિલ છે. તે કુલ 1325 કરોડ રૂપિયાના દેવાના બદલે લિસ્ટેડ પ્રમોટર્સ કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર લિમિટેડને અલોકેટ કરશે.

  રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવર્તક સમુહની ભાગીદારી રિલાયન્સ પાવરમાં વધીને 24.98 ટકા થઈ જશે અને વોરન્ટ્સના રૂપાંતરણ બાદ તે ભાગીદાર વધીને 38.24 ટકા થઈ જશે. કંપનીએ કહ્યું કે તેનાથી રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના 8 લાખ શેરધારકોને ફાયદો થશે. રિલાયન્સ પાવરના શેરધારકોને પાત્ર સંસ્થાગત વેચાર દ્વારા કરન્સી કન્વર્ટિબલ બોડ્સ અને સિક્યુરિટીઝ જાહેર કરી રકમ ભેગી કરવા માટે પણ પોતાની મંજૂરી આપી છે.

ગયા મહિને જાહેર કરેલ પોસ્ટલ બેલેટ નોટિસમાં કંપનીએ કહ્યું હતું કે તેમનો લક્ષ્‍ય દેવા મુક્ત બનવાનો છે. કંપનીએ કહ્યું કે રિલાયન્સ પાવરના કુલ દેવામાં 2021-22 વખતે 3200 કરોડ રૂપિયાનો ઘટાડો લાવવામાં આવશે.

રિલાયન્સ ગ્રુપનો ભાગ રિલાયન્સ પાવર ભારતની પ્રમુખ પ્રાઈવેટ સેક્ટર પાવર જનરેશન અને કોલ રિસોર્સ કંપની છે. ભારતના પ્રાઈવેટ ક્ષેત્રમાં આરપાવરની પાસે સૌથી મોટો પાવર પ્રોજેક્ટ પોર્ટફોલિયો છે. જેમાં કોલસો, ગેસ અને નવીનીકરણ ઉર્જા આધારિત પરિયોજનાઓનો સમાવેશ થાય છે. કંપનીની કુલ ક્ષમતા 5945 મેગાવોટ છે.

(11:00 pm IST)