Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સેન્સેક્સનો ૨૫૫, નિફ્ટીનો ૭૦ પોઈન્ટનો મોટો કૂદકો

એચસીએલના શેરોમાં સૌથી વધુ ૫.૦૧ ટકાનો ઊછાળો : ઓએનજીસી, આઈશર મોટર્સ, ભારતી એરટેલ, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીસ અને કોલ ઈન્ડિયાના શેરોમાં સૌથી વધુ ઘટાડો

મુંબઈ, તા.૧૫ : સ્થાનિક શેર બજાર ગુરૂવારે ખૂબજ સારી વૃધ્ધિ સાથે બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ ૨૫૫ પોઈન્ટ એટલે કે ૦.૪૮ ટકાની તેજી સાથે ૫૩,૧૫૮.૮૫ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ૭૦.૨૫ પોઈન્ટ એટલે કે ૦.૪૪ ટકાની વૃધ્ધિ સાથે ૧૫,૯૨૪.૨૦ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પર એચસીએલ ટેકના શેરોમાં સૌથી વધુ ૫.૦૧ ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો.

 આ ઉપરાંત એલએન્ડ ટી, વિપ્રો, ટેક મહિન્દ્રા અને હિંદાલકોના શેર સૌથી વધુ તેજી સાથે બંધ થયા. બીજી બાજુ ઓએનજીસી, આઈશર મોટર્સ, ભારતી એરટેલ, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીસ અને કોલ ઈન્ડિયાના શેરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સની

સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી રિયલિટીમાં ૪.૨૦ ટકાનો સૌથી મોટો ઊછાળો જોવા મળ્યો હતો. તો એ દરમિયાન નિફટી આઈટી ૧.૨૯ ટકાની વૃધ્ધિ સાથે બંધ થયો હતો. બીજી બાજુ નિફ્ટી ઓટો, મીડિયા, પીએસયુ બેંક અને ફાર્મા સેક્ટર ગિરાવટ સાથે બંધ થયા હતા.

બીએસઈ સેન્સેક્સ પર એચસીએલ ટેકના શેર સૌથી વધુ ૫.૧૦ ટકાના ઊછાળા સાથે બંધ થયા. આ ઉપરાંત એલએન્ડટીના શેર ૪.૧૯ ટકા, ટેક મહિન્દ્રાના શેર ૩.૧૩ ટકા તેમજ એચડીએફસીના શેર ૧.૪૮ ટકાની વૃધ્ધિ સાથે બંધ થયા. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી, ઈન્ફોસિસ, પાવર ગ્રિડ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક અને ડો. રેડ્ડીસના શેર લીલા નિશાન સાથે બંધ થયા.

સેન્સેક્સ પર ભારતી એરટેલના શેર સૌથી વધુ ૦.૮૪ ટકા તૂટવા સાથે બંધ થયો હતો. આ ઉપરાંત એમએન્ડએમના શેર ૦.૮૩ ટકા, એશિયન પેઈન્ટ્સનો શેર ૦.૬૪ ટકા તૂટવા સાથે બંધ થયા હતા. આ ઉપરાંત ટાઈટન, સનફાર્મા, બજાજ ઓટો, ટીસીએસ, મારુતી, એનટીપીસી, બજાજ ફાયનાન્સ, એચયુએલ, રિલાયન્સ અને બજાજ ફિનસર્વના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.

(9:40 pm IST)