Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભારતમાં ઓગસ્ટના અંત સુધીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર : ICMR

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે.તેવામાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. આ દરમિયાન આઈસીએમઆરે કહ્યું કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં આવી શકે છે. આઈસીએમઆરના એપિડિમિલોજી એને ઈન્ફેકશિયસ ડિસિઝના હેડ ડો. સમીરન પાંડાએ કોવિડ-19ની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં આવવાની સંભાવના છે. પરંતુ તે બીજી લહેર જેટલી તીવ્ર નહીં હોય.

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વિશે મોટા પ્રમાણમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન, ડેલ્ટા વેરિએન્ટ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે, કોરોનાના રૂપમાં સતત ફેરફારો થઇ રહ્યા છે. આનાથી ભારત માટે ત્રીજી લહેરનું જોખમ વધી ગયું છે, એક વિદેશી બ્રોકરેજ ફર્મએ પોતાના રિપોર્ટમાં આ ચિંતા વ્યક્ત કરી છે. પીટીઆઈના રિપોર્ટ મુજબ યુબીએસ સિક્યોરિટીઝ ઇન્ડિયાના ચીફ ઇકોનોમિસ્ટ તન્વી ગુપ્તા જૈનનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધુ જોવા મળી રહ્યું છે. આર્થિક પ્રવૃત્તિમાં સતત વધારો થયો છે. જ્યારે, ઘણા રાજ્યોમાં પણ, કોરોના સંબંધિત છૂટછાટ આપવામાં આવી રહી છે. તેનાથી પણ ક્યાંકને ક્યાક જોખમ વધી ગયું છે.

(9:28 pm IST)