Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

દિલ્હીમાં હાલમાં શાળાઓ ખોલવાની સંભાવના નથી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સ્પષ્ટ વાત

જ્યાં સુધી રસીકરણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે બાળકોને જોખમમાં મૂકી શકીએ નહીં

નવી દિલ્હીમાં હાલમાં શાળાઓ ખોલવાની સંભાવના નથી તેમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે. દિલ્હીમાં શાળાઓ ખોલવામાં આવશે તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેજરીવાલે કહ્યું કે, હાલમાં આંતરાષ્ટ્રીય ટ્રેન્ડને જોતા ત્રીજી લહેર આવી શકે છે અને જ્યાં સુધી રસીકરણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે બાળકોને જોખમમાં મૂકી શકીએ નહીં.

 અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે પરંતુ દિલ્હી સરકાર હાલ કોઈ જોખમ લઈ શકે નહીં તેમ કેજરીવાલે જણાવ્યું હતું. ગુરુવારે વિતેલા 24 કલાકમાં દિલ્હીમાં 72 નવા કેસ સામે આવ્યા હતા અને એક દર્દીનું મોત થયું હતું. 72 કેસ સામે આવ્યા બાદ દિલ્હીમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 14,35,353 થઈ છે. અત્યાર સુધીમાં 25,022 દર્દીના મોત થયા છે. હાલમાં દિલ્હીમાં એક્ટિવ કેસ 671 છે. કોરોના સંક્રમણનો દર 0.1 ટકા છે. રિકવરી રેટ 98.2 ટકા છે.

(8:56 pm IST)