Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પુંડુચેરીમાં ૨૦ બાળકો કોરોના થતાં હોસ્પિટલમાં

બીજી લહેર ગઈ નથી ત્યાં ત્રીજી લહેરના ભણકારા : વાયરસગ્રસ્ત બાળકોની ઉંમર અને તેમનામાં કેવા લક્ષણો જોવા મળ્યા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે

પુડુચેરી, તા.૧૫ : કોરોના વાયરસની બીજી લહેર ગયા બાદ ત્રીજી ક્યારે આવશે કે હવે નહીં આવે તે અંગે ઘણાં એક્સપર્ટ્સ દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ત્રીજી લહેર વધારે ગંભીર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બધાની વચ્ચે પુડુચેરીથી એક કોરોનાને લગતા સમાચાર આવ્યા છે, જે લોકોને કોરોનાની ગંભીરતા અને ત્રીજી લહેરની સંભાવના અંગે સચેત રહેવું કેટલું જરુરી છે તેનું ભાન કરાવે છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં ૨૦ બાળકો કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. ૨૦ બાળકો કે જેમનો ટેસ્ટ ગુરુવારે કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અંગે હેલ્થ અને ફેમિલી વેલફેરના ડિરેક્ટર મોહન કુમારે જણાવ્યું છે કે, ૨૦ બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પુડુચેરીમાં જે ૨૦ બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને સારવાર માટે કાદિરકમામમાં આવેલી ઈન્દિરા ગાંધી સરકાર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળકોની ઉંમર અને તેમનામાં કેવા લક્ષણો જોવા મળ્યા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે પુડુચેરીમાં કોરોનાના ૨૪ કલાકમાં વધુ ૧૦૩ કેસ નોંધાયા છે. જેની સાથે અહીં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને ,૧૯,૪૦૫ થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ,૭૭૩ થઈ ગયો છે.

નોંધનીય છે કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને ગંભીર અસર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે અહીં એક સાથે ૨૦ કેસ સામે આવતા વિસ્તારથી સારવાર કરવાની સાથે તપાસ પણ કરવામાં આવી રહી છે. ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન પણ બાળકોના કેસની સંખ્યા વધી હતી અને ઘણાં બાળ દર્દીઓ મૃત્યુ પણ પામ્યા હતા. ગુજરાતમાં પણ કોરોનાના કારણે બાળકોના મોત થવાના કિસ્સા સુરત સહિત નોંધાયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાના નવા ૪૧,૮૦૬ કેસ નોંધાયા છે, જ્યારે ૫૮૧ દર્દીઓના મોત થયા છે.

દેશમાં કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીઓનો આંકડો ઊંચો રહેતો હતો પરંતુ આજે તે નવા કેસની સામે નીચો નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાં વધુ ૩૯,૧૩૦ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ,૦૧,૪૩,૮૫૦ થઈ ગઈ છે.

(7:24 pm IST)