Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

'' સારે પંજાબ કી હુંકાર,, સિદ્ધુ ઈસ બાર ''.લુધિયાણામાં સમર્થનમાં લાગ્યા બેનર

દુગરી વિસ્તારમાં જસરાજ સિંહ ગ્રેવાલ દ્વારા નવજોત સિંહ સિદ્ધુને બબ્બર શેર ગણાવ્યા

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી દ્વારા સીનિયર નેતા નવજોત સિંહ સિદ્ધુને પંજાબ અધ્યક્ષ બનાવવાની અટકળો વચ્ચે લુધિયાણામાં સિદ્ધુના સમર્થનમાં બેનર લાગવાના શરૂ થઈ ગયા છે. લુધિયાણાના દુગરી વિસ્તારમાં જસરાજ સિંહ ગ્રેવાલ તરફથી નવજોત સિંહ સિદ્ધુને બબ્બર શેર ગણાવતા સિદ્ધુ અને તેમના પત્નીનું બેનર લગાવવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે- બબ્બર શેર એક હી હોતા હૈ, સારે પંજાબ કી હુંકાર, સિદ્ધુ ઈસ બાર.

(7:24 pm IST)