Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મોંઘવારી ભથ્થું તો ૨૮% થઇ ગયું પણ એરિયર્સ નહિ મળે

કેન્દ્રિય કર્મચારીઓની આશા ઉપર પાણી ફરી વળ્યું

નવી દિલ્હી, તા.૧૫: કેન્દ્રિય કર્મચારી અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કરી નાખવામાં આવ્યા છે. ૧૧ ટકાનો આ વધારો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખરેખર ખુશીના સમાચાર છે. પરંતુ આ ખુશી થોડી અધુરી છે. કારણ કે કર્મચારીઓને આશા હતી કે સરકાર એરિયરને લઈને પણ કઈ જાહેરાત કરશે પરંતુ એવુ બન્યું નહીં. તેનો અર્થ એ થયો કે ૧૮ મહિનાનો ડીએ એરિયર તેમને મળશે નહીં.

મોંઘવારી ભથ્થુ વધારીને ૨૮ ટકા કરવાના નિર્ણયથી લગભગ ૬૫.૨૬ લાખ પેન્શનર્સ અને લગભગ ૪૮.૩૪ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. કોરોનાના કારણે કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૨૦દ્મક જ કર્મચારીઓને અપાતા મોંદ્યવારી ભત્થામાં વધારા પર રોક લગાવી હતી. કર્મચારીઓને ત્યારથી જ ૧૭ ટકાના દરે ડીએ મળતું હતું. કારણ કે સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતું કે કર્મચારીઓનું ૧ જાન્યુઆરી ૨૦૨૦થી લઈને ૩૦ જૂન ૨૦૨૧ સુધી મોંદ્યવારી ભથ્થું ૧૭ ટકા જ રહેશે. વધેલું મોંદ્યવારી ભથ્થું એટલે કે ૨૮ ટકા જુલાઈ ૨૦૨૧થી લાગુ થશે.

કર્મચારીઓની માંગણી હતી કે સરકાર તેમને રેટ્રોસ્પેકિટવ રીતે (પાછલી તારીખ)થી ડીએની ચૂકવણી કરે. પરંતુ સરકારે એ વાતની સ્પષ્ટ ના પાડી દીધી. સરકારે કહ્યું કે વધેલું મોંદ્યવારી ભથ્થું ૧ જુલાઈ ૨૦૨૧થી જ લાગુ ગણાશે. તેનો અર્થ એ થયો કે ૧૮ મહિનાનું ડીએ એરિયર કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે નહીં. આ  કર્મચારીઓ માટે થોડી નિરાશાજનક ખબર છે. કારણ કે કર્મચારીઓ રાહ જોઈ રહ્યા હતા કે તેમને ત્રણ બાકી ડીએના પૈસા મળશે તો તેમના ખાતામાં મોટી રકમ આવશે.

કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ૨૮ ટકા ડીએ અને ડીઆર ૧ જુલાઈથી લાગુ ગણાશે. પરંતુ શું તે જુલાઈના પગારમાં આવશે. આ મોટો સવાલ છે. કારણ કે એવું ત્યારે જ થશે જયારે કેન્દ્ર સરકાર આજે કે કાલે કોઈ આદેશ બહાર પાડે. કારણ કે કર્મચારીઓની સેલરી દર મહિનાની ૧૬ તારીખે બનવાની શરૂ થઈ જાય છે. જો આમ ન થયું તો વધેલું ડીએ એટલે કે ૨૮ ટકા આગામી મહિનાની સેલરીમાં જ આવી શકશે.

અત્યાર સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પગારના ૧૭ ટકા પ્રમાણે મળતું હતું જે હવે ૨૮ ટકા થઈ જશે. એટલે કે ૧૧ ટકાનો વધારો થશે. માની લો કે  કોઈ કર્મચારીની બેઝિક સેલેરી ૨૦,૦૦૦ રૂપિયા છે. તેને તેના ૧૭ ટકા એટલે કે ૩૪૦૦ રૂપિયા અગાઉ ડીએ મળતું હતું. હવે તે ૨૮ ટકા થયું એટલે કે ૫૬૦૦ રૂપિયા મોંધવારી ભથ્થું મળશે. તેનો અર્થ એ થયો કે પગારમાં ૨૨૦૦ રૂપિયા (૫૬૦૦-૩૪૦૦=૨૨૦૦) નો વધારો થશે. એ હિસાબે પેન્શનર્સના પેન્શનમાં પણ નક્કી થશે. કર્મચારી પોતાની બેઝિક સેલરી પ્રમાણે ગણતરી કરી શકે છે કે ડીએ વધ્યા બાદ સેલરીમાં કેટલો વધારો થશે.

(4:12 pm IST)