Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

૪ લોકોનો મોબાઈલ ખર્ચ ફકત ૯૯૯ રૂપિયાઃ રિલાયન્સ જીયોનો સૌથી સસ્તો-ફાયદેમંદ પ્લાન

નેટફિલકસ, એમેઝોન પ્રાઈમ બધું જ ફ્રી

નવી દિલ્હી તા. ૧૫ : જો તમે ઈચ્છો કો કે તમે મહિના ભરનું મોબાઈલ ખર્ચ સસ્તો હોય અને તમારા ખીચ્ચા પર વધુ અસર ના પડે તો જિયો પોસ્ટપેડ પ્લસ સર્વિસ એક યોગ્ય વિકલ્પ છે. રિલાયન્સ જિયોની પાસે ૫ પોસ્ટપેડ પાલન છે તેમાં સ્ટ્રીમિંગ એપ્સના ફ્રી સબ્સક્રિપશન, અનલિમિટેડ વોઇસ કોલ ઉપરાંત ડેટા રોલ ઓવરની સુવિધા મળે છે. જિયોના ૯૯૯ રૂપિયા અને ૧૪૯૯ રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાન વિશે વિસ્તારથી જણાવીશું.જિયોના ૯૯૯ વાળા પ્લાનમાં ઘરના લોકોના મહિનાભરનો મોબાઈલ ખર્ચ ચાલે છે.

જીયોનો ૯૯૯ રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનની વેલિડિટી એક બિલ સાઈકલ છે. આ પ્લાનમાં કંપની કુલ ૨૦૦ જીબી હાઈ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે. પ્લાનમાં કુલ ૫૦૦ જીબી ડેટા રોલઓવરની સુવિધા છે.

મહત્વની વાત એ છે કે જિયોના ૯૯૯ પ્લાનમાં ૩ અતિરિકત સિમ કાર્ડ ઓફર કરવામાં આવે છે. એટલે કે જો તમારા પરિવારમાં કુલ ૪ લોકો છે તો તમે ૯૯૯ રૂપિયામાં તેમનો ટેલિફોન ખર્ચ કાઢી શકે છે. ગ્રાહકોને દરરોજ ૧૦૦ એસએમએસની પણ ઓફર પણ કરે છે. આ ઉપરાંત દેશભરમાં ફ્રી મળે છે.

જિયોના આ પ્લાનમાં નેટફિલકસ, એમેઝોન પ્રાઈમ, અને ડિઝની હોટસ્ટારનું સબ્સ્ક્રિપશન પણ મળે છે. જિયોના આ પ્લાનમાં જિયો ટીવી, જિયો ન્યૂઝ, જિયો સિકયોરિટી અને જીયો કલાઉડની મેમ્બરશિપ પણ કોઈ અતિરિકત પૈસા માટે ઓફર કરવામાં આવે છે.

જિયોના ૧૪૯૯ રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને ૩૦૦ જીબી હાઈ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવી શકે છે. આ ડેટા ખતમ થયા બાદ સ્પીડ ઘટીને ૧૦ રૂપિયા પ્રતિ જીબી રહે છે. આ પ્લાનમાં પણ જિયો ૫૦૦ જીબી ડેટા રોલઓવરની સુવિધા પણ આપે છે. આ ફેમિલી પ્લાન નથી. અને તેમાં કોઈ અતિરિકત સિમકાર્ડને ઓફર કરવામાં આવી નથી.

(4:11 pm IST)