Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

અંતરિક્ષમાં ઉગાડયું અનાજઃ પહેલા પાક ધરતી પર પહોંચ્યો

ગત નવેમ્બર માસમાં ચીને ચંદ્ર મિશનની સાથે મોકલ્યા હતા બીજ

બીજિંગ તા ૧૫: ચીને અંતરિક્ષમાં અનાજ ઉગાડવામાં સફળતા મેળવી છે. જેને અંતરિક્ષ ચોખા નામ આપવામાં આવ્યું છે. અંતરિક્ષમાં ઉગાડાયેલા પ્રથમ પાક્ને કાપીને અનાજના બીજના રૂપમાં  ધરતી પર લાવવામાં આવ્યુ છે.

ચીને અનાજના બીજ ગત  નવેમ્બર માસમાં  તેમના ચંદ્ર મિશનની સાથે મોકલ્યા હતા. હવે અંતરિક્ષ યાનની  અંદાજિત ૧૫૦૦ અનાજના બીજ ધરતી પર લાવવામાં આવશે. આ બીજ બ્રહ્માંડીય વિકિરણ અને શૂન્ય ગુરુત્વાકર્ષણના સંપર્કમાં છે. અંદાજિત ૪૦ ગ્રામ અને લંબાઈ ૧ સેન્ટિમીટર છે. ગવાન્ગડોન્ગમાં દક્ષિણ ચીન કૃષિ વિશ્વવિદ્યાલયે  અંતરિક્ષ પ્રજનન અનુસંધાન કેન્દ્રના ઉપ નિદેશક ગુઓ તાઓએ જણાવ્યું કે, સૌથી સારા બીજ પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવશે. અને પછી તેને ખેતરમાં ઉગાડવામાં આવશે.

ચીન ચંદ્ર પર અનુસંધાન કેન્દ્ર  કરવા ઈચ્છે છે. તે અંતરિક્ષમાં પાક ઉગાડવા માટે ગ્રીનહાઉસનો ઉપયોગ કરવા અંગેની પણ વિચારણા કરી રહ્યા છે  તેને તેમના ૧૩ શોધ સંસ્થાઓને ૧૭ ગ્રામ ચંદ્રની માટી આપી છે. જેમાં ચીની વિજ્ઞાની એકેડમી, ભૂ વિજ્ઞાન વિશ્વ્વિદ્યાલય અને સન યાત સેન વીવીનો સમાવેશ થાય છે.

 ચીની બોલ્યા આ સ્વર્ગના ચોખા

ચીની સોશ્યલ મીડિયા પર ત્યાંના લોકો આ ચોખાને અંતરિક્ષથી આવેલા સ્વર્ગના ચોખા કહી રહ્યા છે. બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર સુધીમા ૨૦૦થી વધુ ફસલની સાથે આ પ્રકારનો પ્રયોગ કરવામાંઆવ્યો છે.જેમાં કપાસથી લઇ ટમેટા પણ છે. ચીની મીડિયાના રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૮માં ચીનના ૨૪ લાખ હેકટરથી વધુ ક્ષેત્રમાં થયેલી ખેતીમાં અંતરિક્ષથી આવેલા બીજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(4:09 pm IST)