Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

હિમાચલમાં ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી

દસ જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ કરાયો જાહેર

શિમલા : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનો દોર હજુ ચાલુ જ રહેશે. કાંગડા જીલલાના ધર્મશાળા અને શાહપુર વિસ્તારમાં ભારે તબાહી મચાવ્યા પછી ચોમાસુ ફરી પોતાનો રંગ દેખાડવાનું છે. હવામાન વિભાગે ત્રણ દિવસનો ઓરેન્જ એલર્ટ જાહેર કરીને બધા જીલ્લાઓમાં પ્રશાસનને સાવચેત રહેવા જણાવ્યું છે. કિન્નૌર અને લાહુલ સ્પીતી સિવાયના દસ જીલ્લાઓ માટે એલર્ટ બહાર પડાયો છે. હવામાન વિભાગના ડાયરેકટરનું કહેવુ છે કે ૧૮ થી ર૦ જુલાઇ સુધી આગામી  ત્રણ દિવસ દરમ્યાન ચોમાસુ ફરીથી સક્રિય થશે. તેના ફળ સ્વરૂપે રાજયના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. ૧પ થી ૧૭ જુલાઇ સુધી ઓરેંજ એલર્ટ છે જે દરમ્યાન કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે અને ભારે પવન પણ ફુંકાશે. આ પવન ર૦ જુલાઇ સુધી રહેશે.

બે દિવસ પહેલા થયેલા વરસાદના કારણે પાંગીમાં કાલાનાલાનું જળસ્તર વધવાથી મનાલી-શ્રીનગર વાયા પાંગી નેશનલ હાઇવેને અસર થઇ છે. ખડા મુખ અને હોલી રોડ પણ ભુસ્ખલનથી અસરગ્રસ્ત છે. કુલ્લુ જીલ્લાના પાગલનાલાનું જળસ્તર વધવાથી લારજી-સૈંજ રોડ બે કલાક બંધ રહ્યો હતો.

(4:08 pm IST)