Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના સલાહકારો દ્વારા જમીન ખરીદી અને પુલ બનાવવાનો કેસ હાઇકોર્ટમાં

પત્રકાર ઉમેશકુમારની જનહિત અરજી પર સુનાવણી નૈનીતાલ, તા. ૧પ :  બુધવારે મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ આર.એસ. ચૌહાણ અને જસ્ટીસ આલોકકુમાર વર્માની ખંડપીઠમાં ઇલેકટ્રોનિક મીડીયાના પત્રકાર ઉમેશકુમારની જનહિત અરજી પર સુનાવણી થઇ. જેમાં કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતના ભૂતપૂર્વ સલાહકાર ધીરેન્દ્ર પંવર અને મીડીયા સલાહકાર રમેશભટ્ટ દ્વારા હોદ્દાનો દુરૂપયોગ કરીને ૪પ વીઘાથી વધારે જમીન કોડીઓના ભાવે ખરીદી લેવાઇ હતી. તેમણે દહેરાદૂનની વેરાન જમીન પર વસ્તી હોવાનું દર્શાવીને ત્યાં નદી પાર કરવા માટે સરકારી નાણાથી ભારે ભરખમ પુલ બનાવડાવી લીધો હતો. તેમના દ્વારા સરકારી નાણાનો દુરૂપયોગ કરાવવામાં આવ્યો હોવાથી આની તપાસ કરવામાં આવે. કોર્ટે રાજય સરકારને ત્રણ અઠવાડીયામાં વાંધો રજૂ કરવાના આદેશ આપવાની સાથે અરજદારને પણ નકકર પુરાવા કોર્ટમાં રજૂ કરવા કહ્યું છે.

(4:00 pm IST)