Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પૂજા-અર્ચનાને પકડી રાખીએ છીએ અને પ્રેમ ભુલાતો જાય છેઃ પૂ. મોરારીબાપુ

નાથદ્વારામાં આયોજીત ''માનસ તતઃ કિમ'' ઓનલાઇન શ્રીરામકથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ તા.૧પ : ''પૂજા-અર્ચના''ને આપણે સૌ પકડી રાખીએ છીએ અને પ્રેમ ભુલાતો જાય છે.શ્રીરામ ભગવાનને ફકત પ્રેમ જ પસંદ છે.

પૂ.મોરારીબાપુએ નાથદ્વારામાં આયોજીત ''માનસ તતઃ ક્રિમ'' ઓનલાઇન શ્રીરામકથા છઠ્ઠા દિવસ કહ્યું કે શ્રીરામચરીત માનસને પ્રેમયજ્ઞ પણ કહેવાય છે.

ગઇકાલે શ્રીરામ કથાના છઠ્ઠા દિવસે પૂ.મોરારીબાપુએ કહયુ હતુ કે સમાજમાં  વર્ણભેદ, જાતિભેદ પેદા કરે તેને ગુરૂ ન બનાવવો. સ્ત્રીલંપટ, અત્યંત દુરાચારીને ગુરૂ ન બનાવો. સમાજે કંઇક આપયું હોય પણ સમાજ તરફ કૃતજ્ઞતા ન હોય, જે ક્ષમાની મૂર્તિ નથી અત્યંત કામી છે, પુત્રેષ્ણા, વિત્તેષ્ણા લોકેષ્ણા-કામનાના ત્રણ પ્રકારને તૃષ્ણા કહે છે. જે ક્રોધ કરતો હોય, લુચ્ચાઇ હોય, જ્ઞાન લુપ્ત થઇ ગયું હોય, કર્તવ્યથી દૂર હોય, મહાપાપી હોય... આવા લક્ષણો ધરાવનારને ગુરૂ ના બનાવો. આનાથી વિપરીત લક્ષણો જેમ કેઃ અખંડ હોય પાપમુકત વાસ્તવિક, અભેદબુદ્વિ, સદાચારી, સ્ત્રીમાં નારાયણીના દર્શન કરનાર, પુણ્ય રત વિતંડાવાદ નહીં વાદ વિવાદ નહીં તેને ગુરૂ બનાવો. દશરથ કહે છે કે આવા ગુરૂના ચરણની રજથી મને સફળ વૈભવ મળ્યા છે. કયાં વૈભવ? દશરથનાં જીવનમાં જ બે વૈભવ? દશરથનાં જીવનમાં જ બે વૈભવ ચરિતાર્થ થયા છેઃ એક પોતાનાં જીવનમાં એક પુત્રના જીવનમાં. ગુરૂ ચરણ જ પ્રાપ્ત કરનાર માણસની ગ્લાનિ અને વિષાદ ખતમ થઇજાય  છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, ગુરૂ સમાન બ્રહ્મા પણ નથી, વિષ્ણુ પણ નથી અને શિવ પણ નથી. ગુરૂ સૌથી ઉંચું તત્વ છે. ગંધર્વરાજ પુષ્પદંત કહે છે. નાસ્તિ તત્વ પરમ, ચોવીસ તત્વ, પંચતત્તવ, મહાદેવ સતીને કહે છે કે, ભલે હું કાશીમાં રહું કે કૈલાસમાં રહું પરંતુ તમે જેને ગુરૂ માનો છો હે ઉમા ! એ ગુરૂ જે સ્થાનમાં રહે છે એ સ્થાન જ કાશી, એ જ પ્રયાગ, એ જ કૈલાસ છે. ગુરુનું શરીર જ સાધનું અક્ષયવટ છે. ગમે એવો પ્રલય આવી જાય એ અક્ષય વટનાં પાન-પત્ર સહારો બને છે ભગવાન વિષ્ણુના ચરણથી જે પ્રવાહ ચાલુ થયો એ ગંગા છે.

(3:56 pm IST)